કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનને દહેશત વચ્ચે સરકારની ગંભીર બેદરકારી : શાળાના બાળકો માટે ભયાનક જોખમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-15 12:43:05
  • Views : 209
  • Modified Date : 2021-12-15 12:43:05

છેલ્લા બે વર્ષથી દુનિયાભરમાં આતંક.મચાવનાર કોરોના વાઇરસે અનેક લોકોનો ભોગ લીધો છે અને દિવસેને દિવસે.કોરોના વાઇરસ મ્યુટેટ થઈને નવા વેરિયન્ટ બનાવી રહ્યો છે.. અને દરેક નવા વેરિયન્ટ પહેલાના કરતા ખતરનાક પરિણામ આપી રહ્યા છે.. ભારતની વાત કરીએ તો ભારતમાં કોરોના વાયરસની બે ખતરનાક લહેર આવી ચૂકી છે બંને લહેર ભારતમાં ખૂબ ખતરનાક સાબિત થઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામે જંગ ચાલુ રાખીને ભારતમાં વિક્રમજનક રસીકરણ કર્યું હતું.. પરંતુ ભારત એકવાર ફરી કોરોના વાયરસની ત્રીજી લહેરના સકંજામાં સપડાવવા જઈ રહ્યું છે અને વખતે ત્રીજી લહેરનો સહુથી વધુ શિકાર બાળકો બનશે તેવું વર્તમાન પરિસ્થિતિને જોતા દેખાઈ રહ્યું છે.. કારણ કે ભારતમાં હજુ સુધી પણ ૧૪ વર્ષથી નાની ઉંમરના બાળકોને કોરોના વિરોધી રસી અપાઈ નથી.. એટલે બાળકો હજુ પણ કોરોના વાઇરસથી સુરક્ષિત નથી. તેવામાં સરકાર દ્વારા શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે અને શાળાઓમાં પણ સરકારની ગાઈડલાઈનનો ભંગ જોવા મળી રહ્યો છે. આજે અમે સરકારી અને ખાનગી શાળાઓની મુલાકાત લિધી ત્યારે ચોંકાવી નાંખે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. શાળાના વર્ગ ખંડોમાં બાળકો માસ્ક વગર ખીચો ખીચ ભરેલા જોવા મળ્યા હતા.. દ્રશ્યો આગામી સમયમાં ત્રીજી લહેરને આવકારવા માટે પૂરતા છે.. કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ઓમીક્રોનના કેશોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને મેડિકલ નિષ્ણાતો દ્વારા વાઇરસ જીવલેણ હોવાના કરવામાં આવેલા દાવા પણ નિષ્ફળ સાબિત થયા છે અને બ્રિટનમાં વિશ્વનું પ્રથમ મોત એમીક્રોન વેરિયન્ટને લીધે થયું હોવાનું પણ સામે આવી ચૂક્યું છે અને નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે સકરકાર દ્વારા જે રીતે શાળાઓ શરૂ કરવાનો જે નિર્ણય લીધો છે તે નિર્ણય બાળકો માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે.. કરણ કે હજુ સુધી બાળકોમાં વેકસીનેશન થયું નથી અને રીતે શાળામાં બાળકો આવે તે ગંભીર બાબત છે.. અને સરકારે બાબતે ગંભીર બનીને તાત્કાલિક ધોરણે શાળાઓ બંધ કરાવવી જોઈએ અને બાળકોમાં જ્યાં સુધી વેકસીનેશન પૂરું થાય ત્યાં સુધી શાળાઓને બંધ રાખવી.. 

Download Our B K News Today App



Related News