ભારત સરકારે અન્ય રાજ્યમાં શાખા ઓપન કરવાની પરવાનગી આપી ગાંધીનગરની ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટી દેશ-વિદેશમાં ખુલશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-26 13:33:00
  • Views : 288
  • Modified Date : 2021-07-26 13:33:00

     ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સીટી પુરા વિશ્વભરમાં જાણીતી છે. "ગોવા અને ત્રિપુરા આ બે સ્ટેટમાં યુનિવર્સિટીના કેમ્પસ આગામી સમયમાં ખુલશે. જાેકે યુનિવર્સિટીનો ટાર્ગેટ જુદા જુદા રાજ્યોમાં કેમ્પસ ઓપન કરવાનો છે. આ ઉપરાંત અન્ય ચાર જેટલા દેશોએ પણ કેમ્પસ ખોલવા માટે તૈયારીઓ દર્શાવી છે.  આ યુનિવર્સિટીમાં દેશ-વિદેશથી લોકો ટ્રેનિંગ લેવા માટે આવે છે. દેશના પણ જુદા જુદા રાજ્યોએ પણ તેમના ત્યાં યુનિવર્સિટી કેમ્પસ ખોલવા માટે તૈયારીઓ દર્શાવી છે. આગામી સમયમાં ગાંધીનગરની આ નેશનલ યુનિવર્સિટીના કેમ્પસ ગોવા અને ત્રિપુરા જેવા રાજ્યોમાં ખુલશે. દેશ ઉપરાંત વિદેશમાં પણ તેના કેમ્પસ ખુલશે. ભારત સરકારે અન્ય રાજ્યમાં શાખા ઓપન કરવાની પરવાનગી આપી છે. આવનારા પાંચ વર્ષમાં પાંચથી દસ કેમ્પસ દેશ અને વિદેશમાં ખોલવાની તૈયારીઓ પણ યુનિવર્સિટીની છે. જેમાં ગોવા, ત્રિપુરા ઉપરાંત આગામી સમયમાં રાજસ્થાન, યુપી, મહારાષ્ટ્રમાં પણ જલદી જ નવા કેમ્પસ યુનિવર્સિટીના ઓપન થશે. એન.એફ.એસ.યુ.ના ડિરેક્ટર એસ.ઓ. જુનારેએ કહ્યું હતું. ફોરેન્સિક સાયન્ટિસ્ટ, પોલીસ ઓફિસર જ્યૂડિસરી અને પ્રોફેશનલને ક્રાઇમ સીન મેનેજમેન્ટ અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનના વિષય પર ટ્રેનિંગ આપવામાં આવે છે. મેનેજમેન્ટ નાર્કોટિક્સ ડ્રગ્સ, એનાલિસિસ ઓફ બૉમ્બ બ્લાસ્ટ, એનાલિસિસ ઇન્વેસ્ટિગેશન ઓફ ફાયર આર્મ, ઇન્વેસ્ટિગેશન ઓફ ફાયર બૉમ્બ બ્લાસ્ટ કેસીસ, તેમાં પણ ખાસ કરીને નશીલા પદાર્થને કેવી રીતે પકડવા, તેમાં પણ કોકેઈન, હિરોઈન, ગાંજાે છે કે ડિઝાઇનર ડ્રગ્સનું એનાલિસિસ કેવી રીતે કરવામાં આવે છે તેની ખાસ ટ્રેનિંગ પોલીસ ઓફિસરને અપાય છે. તમારા રૂમમાં ચાલી રહેલા બલ્બ પરથી પણ હેકિંગ થઈ શકે દર મહિને ૧૦૦ થી ૨૦૦ વિદેશથી લોકો ટ્રેનિંગ લેવા આવે છે ૭૧ પ્રોગ્રામ ફોરેન્સીક સાયન્સને લગતા ચાલે છે.શિક્ષણ, ટ્રેનિંગ, કન્સલ્ટન્સી અને સંશોધન જેવા ૪ કાર્યો ચાલે છે. ૭૧ કન્ટ્રીના ફોરેનર્સ અહીં ટ્રેનિંગ મેળવી ચુક્યા છે. દેશ અને વિદેશના મળી કુલ ૨૨ હજારને ટ્રેનિંગ આપવામાં આવી છે. દર મહિને ૧૦૦ થી ૨૦૦ વિદેશથી લોકો ટ્રેનિંગ લેવા આવે છે.

     તમારા રૂમમાં ચાલી રહેલા બલ્બ પરથી પણ હેકિંગ થઈ શકે સાઇબર ક્રાઇમ, ડિજિટલ ક્રાઇમ, મોબાઈલ ક્રાઇમ, સોશિયલ મીડિયા ક્રાઇમતો બની રહ્યા છે પરંતુ સૌથી મોટો ફાઈનાન્સિયલ ક્રાઈમ કે જેમાં બેંક એકાઉન્ટમાંથી પૈસા જતા રહે છે, ફેક વેબસાઇટ બનાવી લોકોને છેતરવામાં આવે છે. ડમી વેબસાઇટ પરથી ફ્રોડ થાય છે. ઉદાહરણ તરીકે ભૂતકાળમાં ફાર્મા કંપનીને હેક કરી લઈ કોમ્પ્યુટર પ્રોગ્રામ જ ચેન્જ કરી લઈપુરી સિસ્ટમને હેક કરવામાં આવી હતી. આ પ્રકારના કેસો બની રહ્યા છે. આ ઉપરાંત તમારા રૂમમાં ચાલી રહેલા બલ્બ પરથી પણ હેકિંગ થઈ શકે છે. વિદેશમાં પણ શાખાઓ ખોલવા માટે પ્રપોઝલ આવ્યા નેશનલ કોન્ફરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટી એ ફોરેન્સિક સાયન્સ એજ્યુકેશન આપવાવાળી વિશ્વની એકમાત્ર આ સંસ્થા છે. વિદેશની કન્ટ્રીના પાંચ પ્રપોઝલ આવ્યા છે. ઝિમ્બાબ્વે, યુગાન્ડા, શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા દેશોમાં શાખાઓ ખોલવા માટે પ્રપોઝલ આવ્યા છે. જાે આવુ થશે તો અહીંથી મેનપાવર અને ઇક્વિપમેન્ટ મોકલવામાં આવશે. વિદેશમાં ચાલતી શાખાઓનું હેડક્વાર્ટર પણ ગાંધીનગર બનશે.

Download Our B K News Today App



Related News