સરકારના નવા નિયમો સાથે થશે નવરાત્રિ-દિવાળીની ઉજવણી, ધાર્મિક કાર્યક્રમોમાં મૂર્તિને અડી શકાશે નહીં, ગરબામાં રેકોર્ડેડ ગીત વગાડવા પડશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-07 12:41:06
  • Views : 1050
  • Modified Date : 2020-10-07 12:41:06

    

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી તહેવારોની સિઝનમાં સાવધાની રાખવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.  - કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય.

નવા નિયમો પ્રમાણે ગરબા રમતી વખતે માત્ર રેકોર્ડેડ ગીતો જ વગાડી શકાશે અને ધાર્મિક કાર્યક્રમોમાં સ્પર્શી શકાશે નહીં. નવા નિયમો પ્રમાણે કન્ટેઈન્મેન્ટ ઝોનની અંદર કોઈ પણ પ્રકારના તહેવારના કાર્યક્રમો નહીં આયોજન કરી શકાય. નિયમો પ્રમાણે ધાર્મિક કાર્યક્રમો માટે સંપૂણ તૈયારી કારવી પડશે. સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પડશે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં સાંસ્કૃતિક, પૂજા-પાઠનો કાર્યક્રમ કે ગરબા કે પૂજા-પાઠનો કાર્યક્રમ યોજી શકાશે નહીં. લોકો ઘરમાં રહીને જ તહેવાર મનાવી શકશે. કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી આયોજકો, સ્ટાફ કે અન્ય લોકોને પણ જવાની મંજૂરી અપાશે નહીં. દરેક કાર્યક્રમ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજિયાત છે. જે જગ્યા પર કાર્યક્રમ કરવામાં આવશે, ત્યાં સીસીટીવી કેમેરા ફરજિયાત લાગવામાં આવશે. 

Download Our B K News Today App



Related News