વરાછાના ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ મળી આવ્યું,197 ગુણો કબજે કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-14 12:19:41
  • Views : 346
  • Modified Date : 2020-09-14 12:19:41

   વરાછામાં રાશન કાર્ડ પર આપવાનું થતું સરકારી અનાજ સગેવગે કરીને સરકારી ગોડાઉનમાંથી ખાનગી જગ્યામાં રાખવાનું કૌભાંડ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઝડપી પાડ્યું છે. પાંચ કલાક સુધી પુરવઠા કે પોલીસના અધિકારીઓ જગ્યા પર આવ્યા ન હતા. આમ આદમી પાર્ટીના આગેવાન યોગેશ જદવાણીએ જણાવ્યું હતું કે પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને અન્ય કાર્યકર્તાઓને માહિતી મળી કે વરાછામાં એ.કે.રોડ પર પ્રમુખ સ્વામી બ્રિજ નીચે પટેલનગર ખાતે એક મકાનમાં સરકારી અનાજ સંતાડાયું છે. બદમાશોએ અનાજ સરકારી ગોડાઉનમાંથી સગેવગે કરીને ખાનગી જગ્યા પર મુકાયું છે. આ માહિતીના આધારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ત્યાં જાતે તપાસ કરી હતી.ત્યારે બદમાશો તાળું મારીને નાસી ગયા હતા. સ્થળ પરથી જ પોલીસ કંટ્રોલ રૂમ, એસીપી સી.કે.પટેલ, કલેક્ટર, ડીએસઓ, સ્ટેટ કંટ્રોલ રૂમ, મામલતદાર વગેરેને વારંવાર ફોન કર્યા હતા. બપોરે પોણા બે વાગ્યે જાણ કરી હોવા છતાં પાંચ કલાક સુધી પોલીસ કે પુરવઠા વિભાગમાંથી સ્થળ પર કોઈ આવ્યું ન હતું. આ સમય દરમિયાન અધિકારીઓ અને તંત્ર એક બીજાને ખો આપતા રહ્યા હતા. તમામ ડિપાર્ટમેન્ટ મળીને આશરે 100 વખત ફોન કર્યા ત્યારે મોડી સાંજે કતારગામના મામલતદાર પાર્થ ગોસ્વામી સ્થળ પર આવ્યા હતા. સ્થળ પરથી સરકારી ઘઉંની 182 ગુણો અને ચોખાની 15 ગુણો મળી આવી હતી. દરેક ગુણ 20-20 કિલોની હતી. એકાદ લાખ રૂપિયાથી વધુનું અનાજ ત્યાં મળ્યું હતું. સરકારી ઘંઉની 182 ગુણો અને ચોખાની 15 ગુણો જે જગ્યાએથી મળી આવી તે ખાનગી ગોડાઉન કોનું છે તેના વિશે મામલતદાર પાર્થ ગોસ્વામીને પણ ખબર નથી. આટલા મોટા જથ્થામાં અનાજ ક્યારે આ ગોડાઉનમાં આવ્યું તેની પણ મામલતદારને ખબર ન હતી. તેઓ માત્ર તપાસનું રટૅણ કરતાં રહયાં. અનાજ સગેવગે કરવાનું કૌભાંડ પકડાવા 36 કલાક થઈ ગયા છતા હજી પુવરઠા વિભાગે ગુનો દાખલ કરાવ્યો નથી.

Download Our B K News Today App



Related News