સરકારના આંકડા આટલા ડરાવનારા છે, તો વિચારો... સાચા આંકડા કેટલા ભયાનક હશે; રાજ્યમાં કુલ 3160 નવા કેસ નોંધાયા; 15 લોકોનાં મોત થયાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-06 11:46:32
  • Views : 295
  • Modified Date : 2021-04-06 11:46:32

    સોમવારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ગુજરાતમાં કોરોનાના નવા 3,160 કેસ નોંધાયા હતા તથા સુરતમાં 7, અમદાવાદમાં 6 સહિત રાજ્યભરમાં વધુ 15 મોત થયા હતા. અમદાવાદમાં નવા 773 કેસ નોંધાયા હતા તો સુરતમાં 603, રાજકોટમાં 283 અને વડોદરામાં 216 કેસ નોંધાયા હતા. પણ કોરોનાના હૉટસ્પોટ એવા ચાર શહેરોની જમીની વાસ્તવિકતા જે સ્થિતિ દર્શાવી રહી છે તે વધુ ચિંતાજનક છે તેથી લોકો નિયમો પાળે અને રસી લે એ હિતાવહ છે.

    સિવિલમાં ઓક્સિજનની જરૂરવાળા દર્દીઓ વધતાં 20 ટનની ઓક્સિજન ટેન્ક બે વાર ભરવી પડે છે. સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કુલ 4200થી વધુ બેડ ભરાઈ ગયાં છે. શહેરમાં હાલ 75 ટકા નાગરિકો હોમ આઇસોલેશનમાં છે. રેમડેસિવીર ઇન્જેક્શન માટે લાંબી કતારો હતી, સિવિલ, સોલા સિવિલ એસવીપીમાં એના માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે.સુરતની વિવિધ હૉસ્પિટલોની બહાર રેમડેસિવીર ઇન્જેક્શન નથી એવા લખાણ વાંચવા મળે છે. હૉસ્પિટલોમાં બેડ ખાલી નહીં હોવાથી ગંભીર ન હોય એવા દર્દીઓને હોટેલમાં રૂમ રાખીને ખસેડવામાં આવી રહ્યા છે. કેટલીક હૉસ્પિટલમાં પાર્કિંગની જગ્યામાં 300 બેડ ઉભા કરાયા છે. અટેન્ડન્ટ નહીં હોવાથી દર્દીનાં સગા સ્ટ્રેચર લઈ જતા હોય એવા દૃશ્યો જોવા મળે છે.

    વિવિધ હૉસ્પિટલોમાં અત્યારે 6 હજારથી વધુ દર્દીઓ દાખલ છે તથા અગાઉ સરેરાશ રોજના 40 મોત થતા હતા. પણ સોમવારે શહેરની હૉસ્પિટલોમાં સૌથી વધુ 55 મોત થયા હતા. સૌથી વધુ દર્દીઓ ઓક્સિજન બેડ અને વેન્ટિલેટર પર વડોદરામાં સારવાર લઇ રહ્યાં છે. રાજ્યમાં ઓક્સિજનના કુલ વપરાશના શહેરમાં 25 ટકા કરતા વધુ વપરાશ વડોદરામાં થાય છે.વિવિધ સ્મશાનમાં રોજ 25 મૃતદેહોનો કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ થાય છે. રેમડેસિવીર ઇન્જેક્શનની તંગી છે. એક દિવસમાં 3500 ઇન્જેક્શન આવ્યા જે તુરંત વપરાયા હતા. ખાનગી હૉસ્પિ.માં દાખલ દર્દીના સ્વજનોને ઇન્જેક્શન માટે ભટકવું પડે છે. સિવિલ હોસ્પિ.ની ટેસ્ટિંગ લેબમાં 2500 સેમ્પલ રોજ આવતા હોવાથી ક્યારેક રિપોર્ટમાં બે દિવસ થઈ જાય છે.


Download Our B K News Today App



Related News