હોળી-ધૂળેટીને લઇને સરકારના નિર્ણયથી વડોદરાની બજારોમાં મંદીનો માહોલ, પિચકારી અને કલરનો સ્ટોક કર્યો, પણ વેચાણ ન થતાં વેપારીઓ ચિંતિત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-25 17:36:13
  • Views : 245
  • Modified Date : 2021-03-25 17:36:13

    વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાની મહામારી વચ્ચે આવી રહેલા હોળી-ધૂળેટીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ધાણી, ચણા, સેવ, ખજૂર, કલર અને પિચકારીના બજારમાં કોરોનાની માઠી અસર જોવા મળી રહી છે. હોળી ધૂળેટીના તહેવારમાં કોરોનાએ માથું ઉચકતા સિઝનલ ધંધો કરનારા વેપારીઓ ચિંતાતુર બની ગયા છે.

    શહેરીજનો દ્વારા કોરોનાની દહેશત વચ્ચે હોળી પર્વને પરંપરાગત રીતે ઉજવવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તે સાથે શહેરીજનો દ્વારા સૌ કોઈને ઘેલુ લગાડતા ધૂળેટી પર્વને પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન મુજબ ધુળેટી રમવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.હોળી ધુળેટીના પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરાના વિવિધ વિસ્તારોમાં હોળી ધૂળેટીના તહેવારને લગતા બજારોમાં સાંજના સમયે લોકો ખરીદી કરવા નીકળે છે, પંરતુ, આ વખતે બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

    સિઝનલ ધંધો કરતા રાકેશભાઈ કનુભાઈએ જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ કોરોનાના કારણે હોળી ધૂળેટીના તહેવારમાં ધંધો થયો ન હતો. આ વખતે લોકડાઉન ન હોવાના કારણે ધાણી, ચણા સહિત વિવિધ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે, પરંતુ, કોરોનાની અસર પણ ધંધા ઉપર જોવા મળી છે. હોળી આવતા પૂર્વે ધાણી ચણા અને સીંગ જે વિવિધ વસ્તુઓનો સ્ટોક કરવો પડે છે. આ વખતે પણ અમે સ્ટોક કરી દીધો હતો. હોળી ધૂળેટીના તહેવાર ઉપર કોરોનાએ બ્રેક મારતા આ વખતે પણ વેપારીઓને મોટું આર્થિક નુકસાન થાય તેવી ભીતિ છે.

    પિચકારીના જથ્થાબંધ વેપારી કાસમભાઈએ જણાવ્યું હતું કે, આ વખતે એમ લાગતું હતું કે હોળી ધૂળેટીના તહેવારમાં કોરોનાની અસર નહીં હોય, પરંતુ, છેલ્લા એક સપ્તાહથી કોરોનાના વધી રહેલા કેસોના કારણે પિચકારીના ધંધા ઉપર પણ અસર જોવા મળી રહી છે.


Download Our B K News Today App



Related News