ગોવામાં પણ કોંગ્રેસની નાવ ડુબી, 15માંથી 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-11 15:03:23
  • Views : 404
  • Modified Date : 2019-07-11 15:03:23

ગોવામાં 10 બાગી ધારાસભ્યો ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની મુલાકાત કરશે.સુત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને ભાજપમાં જોડાવવા વાળા ધારાસભ્યો બુધવાર રાત્રીએ દિલ્હી માટે રવાના થઈ ગયા છે, અને દિલ્હીમાં તેઓ પાર્ટીના મુખ્ય માથાઓ સાથે મુલાકાત કરશે.ભાજપમાં જોડાયા બાદ ચંદ્રકાંત કાવલેકરએ બુધવારે કહ્યું કે, સોથી મોટી પાર્ટી હોવા છતાં અમે સરકાર ન રચી શક્યા. અમારી પાસે ઘણા ચાન્સ હતા, પરંતુ અમુક વરિષ્ઠ નેતાની વચ્ચે એકતા ઓછી હોવાથી એવું ન થઈ શક્યું. મુખ્યમંત્રી સારૂં કામ કરી રહ્યા છે, એટલા માટે અમે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે.વિપક્ષ નેતા હોવા છતાં મારા મતવિસ્તારમાં હું વિકાસનું કાર્ય કરી શક્યો નથી. જો અમારા વિસ્તારમાં વિકાસ જ નથી થયો તો લોકો અમને બીજી વખત કેમ મત આપે?મુખ્યમંત્રી પ્રમોદ સાવંતએ કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોનો સાથ મળવાથી વિધાનસભામાં અમારી સંખ્યા વધીને 27 થઈ છે. તેઓ રાજ્ય અને મતવિસ્તારના વિકાસ અર્થે કોઈ પણ પ્રકારની શર્ત રાખ્યા વિના ભાજપમાં જોડાયા છે.


Download Our B K News Today App



Related News