બનાસકાંઠા જીલ્લા ને અછત ગ્રસ્ત જાહેર કરવા મુખ્યમંત્રી ને રજૂઆત કરાઇ ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી એ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરી રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-28 12:15:03
  • Views : 634
  • Modified Date : 2021-08-28 12:15:03

     સરહદી બનાસકાંઠા જીલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદ થતાં ધરતીપુત્રો સહિત અબોલ પશુઓ ભારે હાડમારી વેઠી રહ્યાં છે. ખેડૂતો એ સારા વરસાદ ની આશાએ મોઘા બિયારણ અને પેટ્રોલ ડીઝલની માર વચ્ચે પણ વાવેતર કર્યું હતું પરંતુ વરસાદ ન થતા ખેડૂતો નો પાક બળી જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂત આગેવાન ગોવાભાઇ રબારી એ ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ બનાસકાંઠા જીલ્લામાં ચોમાસાની સિઝનમાં વરસાદ ન થતાં ડીસા સહિત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી તેમજ ગૌશાળા, પાજરાપોળ અને રખડતા પશુઓ માટે ઘાસચારાની સમસ્યા ઉભી થઇ છે. જેથી પશુઓને જીવાડવા મુશ્કેલ બન્યાં છે. આથી સમગ્ર બનાસકાંઠા જીલ્લા ને અછત ગ્રસ્ત જાહેર કરી ગૌશાળા, પાજરાપોળ અને રખડતા પશુઓ માટે પીવાના પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવાની જરૂરિયાત છે. આ ઉપરાંત અછત ના નિયમો પ્રમાણે ખેડૂતોને યોગ્ય સહાય, પશુઓ માટે ઘાસડેપો તેમજ જરૂરિયાતમંદ લોકોને રોજગારી તેમજ પીવાના પાણીની તાત્કાલિક અસરથી વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News