અંતરિયાળ વિસ્તારની ગૌચર જમીન મામલે વાવ ધારાસભ્ય અને સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-25 11:40:11
  • Views : 522
  • Modified Date : 2019-06-25 11:40:11

બનાસકાંઠા અંતરિયાળ વિસ્તારમાં ગૌચરની જમીન ખાનગી કંપનીને સોંપી  સોલર પ્લાન્ટ બનાવવા મામલે ધારાસભ્ય સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.  જો ગૌચરની જમીન
પરથી સોલર પ્લાન્ટ નહી હટાવવામાં આવે તો ઉગ્ર
આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના રાધા નેસડા ગામે સરકાર દ્વારા ખાનગી કંપનીને સોલર પ્લાન્ટ બનાવવા માટે ૪૦૦ એકર જમીન ફાળવવામાં આવી છે.
 પરંતુ આ પ્લાન્ટનું કામ શરૂ થાય તે પહેલા જ સ્થાનિક લોકો અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. સરકારે જે જમીન ફાળવી છે તેમાં ગૌચરની પણ ૬૭ હેક્ટર જમીન આપી દીધી છે જેના કારણે સ્થાનિકોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર ગૌચર બચાવવાના પ્રયાસો કરી રહી છે ત્યારે બીજી તરફ આવી ખાનગી કંપનીઓને ગૌચરની જમીન બારોબાર આપી દઈ પશુધનના જીવન સાથે પણ ચેડા કરી રહ્યા છે. જેથી સ્થાનિક લોકોએ અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે   આ મામલે વિરોધ દર્શાવી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. સાથે જ રજૂઆત કરી હતી કે જો સરકાર આ મામલે સ્થાનિકોની વાત નહીં સાંભળે અને ગૌચરની આપેલી જમીન પાછી નહિ લે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરી વિધાનસભાનો ઘેરાવ કરવો પડે તો પણ લોકો પીછેહઠ નહી કરે. જ્યારે આ બાબતે સ્થાનિક આગેવાન ઠાકરસિંહ રબારીએ  ખોટા ખેડૂતના નામે અરજીઓ કરી ગૌચરની જમીન આપી દીધી છે જે મામલે તપાસ થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે એકતરફ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ગૌચરની ઘટી રહી છે. ત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા રાધાનેસડા ગામના ખેડૂતોએ ગૌચર બચાવવા જે રોષ ઠાલવ્યો છે જે મામલે હવે સરકાર શુ નિર્ણય લે છે તે જોવું રહ્યું.

Download Our B K News Today App



Related News