દિયોદર શહેરમાં ગૌસ્વામીદ્પતિનું જીવન પર્વ (જીવતુ જર્ગંતિયુ) ઉજવાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-22 11:29:45
  • Views : 643
  • Modified Date : 2019-04-22 11:29:45


બનાસકાંઠાના દિયોદરમાં  વસતા ગૌસ્વામી નરભેગીરી જેટગીરી ઉ.વર્ષ આશરે સદીએ પહોંચવા આવેલ અને તેના ધર્મપત્નિ ગૌસ્વામી ચંપાબેન નરભેગીરીએ દંપતીએ ત્રણ ત્રણ પેઢીનું સુખ માણ્યું હોય તેમજ નખમાં પણ રોગ ના હોય તેવું નીરોગી જીવન વિતાવ્યા બાદ તાજેતરમાં અરવિંદગીરી, રમેશગીરી, વિક્રમગીરી તથા 

પુત્રી હંસાબેન થરા વગેરે  સંતાનોને જીવતા જગતિયું કરવા માટેની ઈચ્છા વ્યકત કરી હતી. સંતાનોએ માતા-પિતાની વાતને ચરણે ચડાવી 

તા.૧૭-૦૪-૨૦૧૯ ને બુધવારના રોજ ભવ્ય સંતવાણી તેમજ તા.૧૮-૦૪-૨૦૧૯ ને ગુરૂવારના દિવસે દિયોદરના  ગૌસ્વામી નરભેગીરી જેતગીરી તથા ચંપાબેન નરભેગીરી  જીવન પર્વ નિમિત્તે સવારે પંડિત બાબુભાઈ મહારાજના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ગોસ્વામી પારસગીરી અરવિંદગીરીના યજમાન પડે યજ્ઞ બાદ યોજાયેલ ધર્મસભામાં  ભાવપૂર્વક પ.પુજ્ય ૧૦૦૮ સ્વામીજી મહંત  જગદીશપુરી ગુરુ  હરિપુરીજી થળીમઢ જાગીર તમામ જગ્યાથી પધારેલા મહંતો તથા સંતો-મહંતો, દશનામ ગોસ્વામી સમાજના આગેવાનો,  હિંદવાણી  ગોળના ભાઈઓ તથા સગાસંબંધીઓ, ગામવાસીઓ જ્ઞાતિ અગ્રણીઓ સમાજના  યુવાવર્ગ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હિંદવાણી ગોળ દશનામ ગૌસ્વામી સમાજ તેમજ સગા સ્નેહીજનો બહોળી સંખ્યામાં 

પધારેલા ભાઈઓને ભેટપૂજામાં કાસાની  થાળી અને ભગવો ખેસ આપીને સ્વાગત કરી સન્માનિત કરેલ. દિયોદર ગૌસ્વામી નરભેગીરી જેતગીરી  પરિવાર વતી સુંદર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ. ભવ્ય રીતે જીવન પર્વ ઉજવાયો અને ભાવ પૂર્વક સેવા આપનાર તમામ ગૌસ્વામી સમાજના યુવાવર્ગ અને જ્ઞાતિ અગ્રણીઓ તમામ ભાઈઓને સમાજ સેવા આપવા બદલ વિક્રમગીરીએ આભાર  પ્રકટ કરેલ. અને સમાજ અગ્રણી ગોસ્વામી નરભેગીરી જેતગીરી બાપુ તરફથી ૬ મહિના પહેલા દિયોદર હિંદવાણી ગોળ સમાજના બાળકોને શિક્ષણ માટે શાળા બનાવવા માટે ભૂમિદાન ૨૪ ગુંઠા (એક વિઘો) જમીન દાન આપેલી છે. હાલની બજાર ભાવ એસી (૮૦) લાખથી પણ વધારે કિંમતની જમીન દિયોદર સીટીની વચ્ચે આપેલ. આજે ખેતરના શેઢા સારું એકવેંત જમીન માટે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થાય છે ત્યારે એક વીધાથી પણ વધારે જમીન શાળા બનાવવા માટે દાનમાં આપવી એ કેટલી ઉદારતાની વાત છે. 

 

Download Our B K News Today App



Related News