બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળાની હાલત કફોડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 17:16:51
  • Views : 456
  • Modified Date : 2020-06-13 17:16:51

લોકડાઉન માં દાતાઓ તરફથી મળતું દાન માનવસેવા તરફ ડાયવર્ટ થયું છે જેના કારણે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની હાલત કફોડી બની છે. જોકે સરકારે એપ્રિલ અને મે મહિના દરમિયાન પશુ દીઠ ૨૫ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી અને તે પ્રમાણે ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોને આપ્યા પણ છે. પરંતુ હજુ પણ આ સહાય ઓછી પડે તેમ છે અને ગૌશાળા અને પાંજરાપોળ માં હજુ સુધી કોઈ જ દાતાઓ તરફથી દાન ન મળતા પશુઓની હાલત આવનારા સમયમાં કફોડી બની શકે છે જે માટે આજે બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની બેઠક ડીસા ખાતે યોજાઇ હતી

Download Our B K News Today App



Related News