રાજ્યના શિક્ષકો માટે સારા સમાચાર, દિવાળી વેકેશન ૨૧ દિવસનું મળશે, સત્રાંત પરીક્ષા અંગે હવે પછી નિર્ણય લેવાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-21 11:57:05
  • Views : 384
  • Modified Date : 2020-10-21 11:57:05

  કોરોનાના હાહાકારને કારણે રાજ્ય સરકારે એક મહિના પહેલા સ્કૂલો દિવાળી સુધી ન ખોલવાનો નિર્ણય કર્યો હતો. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. આ વચ્ચે આજે શિક્ષકો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે હવે શિક્ષકોને ૨૧ દિવસનું દિવાળી વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. શિક્ષકો માટે વેકેશન ૨૯ ઓક્ટોબરથી ૧૮ નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. જ્યારે સત્રાંત પરીક્ષા અંગે હવે પછી નિર્ણય લેવાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર નિયત થઈ શક્યું નથી. આ નિર્ણયનો અમલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોએ કરવાનો રહેશે.

  સ્કૂલમાં લેવાનારી સત્રાંત પરીક્ષા અંગે હવે પછી અલગથી સૂચના આપવામાં આવશે. દિવાળીના વેકેશન બાદ ધોરણ ૯થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ તેવો અભિપ્રાય સૌથી વધુ હતો, આ અભિપ્રાયની શિક્ષણમંત્રીએ પણ ગંભીરતાથી લઈને દિવાળી પછી ધોરણ ૯થી ૧૨ સુધીના અભ્યાસ માટે સ્કૂલ શરૂ કરીએ, તેવો સંકેત આપી આરોગ્ય વિભાગ અને તજજ્ઞો સાથે પણ ચર્ચા કરી કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવી શકે છે. જે સ્કૂલમાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા હોય તો એ સ્કૂલમાં ઓડ-ઇવેન પદ્ધતિથી વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે અલગ અલગ ભાગ પાડી તેમને સ્કૂલમાં બોલાવી શકાય. જો સ્કૂલમાં ઓછી સંખ્યા હોય તો ૫૦ ટકા વિદ્યાર્થીઓ બોલાવી સ્કૂલની શરૂઆત કરવી જોઈએ. 

Download Our B K News Today App



Related News