ગૃહિણીઓ માટે સારા સમાચાર, સિંગતેલના ભાવમાં રુપિયા 60નો ઘટાડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-05-31 17:25:23
  • Views : 105
  • Modified Date : 2023-05-31 17:25:23

એક જ દિવસમાં તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બજારમાં તેલની માગમાં ઘટાડો નોંધાતા ખરીદી ઓછી થઇ છે અને લોકોએ તેલની ખરીદી ઓછી કરતા ભાવમાં પણ ઘટાડો થયો છે.ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં રુપિયા 60નો ઘટાડો નોંધાયો છે. સિંગતેલના 5 કિલોના ડબ્બાનો ભાવ રુ. 2710 પર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં રૂ.30નો ઘટાડો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.1650 પર પહોંચ્યો છે. સતત ભાવ વધારા બાદ હવે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે.એક જ દિવસમાં તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બજારમાં તેલની માગમાં ઘટાડો નોંધાતા ખરીદી ઓછી થઇ છે અને લોકોએ તેલની ખરીદી ઓછી કરતા ભાવમાં પણ ઘટાડો થયો છે. ગત વર્ષે પણ આ સિઝનમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખાં હતા. જ્યારે આ વર્ષે કપાસિયા તેલ કરતાં સિંગતેલના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે.  સતત ભાવ વધારા બાદ હવે સિંગતેલના અને કપાસિયા તેલ ભાવમાં ઘટાડો થયો છે.વર્ષ 2023માં ગૃહિણીઓને ખાદ્ય તેલના ભાવોમાં સતત વધારાનો સામનો કરતો રહેવુ પડ્યુ છે. જો કે હવે ગૃહિણી માટે સારા સમાચાર સામે આવ્યા છે. પહેલીવાર એવુ બન્યુ છે કે વર્ષ 2023માં સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલમાં એક દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. તો કપાસિયા તેલના ભાવમાં રૂ.30નો ઘટાડો થયો છે. સિંગતેલના 5 કિલોના ડબ્બાનો ભાવ રુ. 2710 પર પહોંચ્યો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.1650 પર પહોંચ્યો છે. બજારમાં મંદી અને સાથે જ અન્ય તેલીબિયાના ભાવમાં ઘટાડો થયા હોવાના કારણે વેપારીઓએ તેલના ભાવમાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે.

Download Our B K News Today App



Related News