વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-04 15:54:30
  • Views : 98
  • Modified Date : 2023-09-04 15:54:30

સમગ્ર ઓગસ્ટ મહીનામાં ખૂબ જ નહીંવત જેવો વરસાદ રહ્યા બાદ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો છેલ્લા ઘણા દિવસથી વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યમાં મેઘરાજા ફરી ધબધબાટી બોલાવશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે .હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે . 8-9 અને 10 સપ્ટેમ્બર ગુજરાતમાં વધુ વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ભરૂચ, ડાંગ, નવસારી, નર્મદામાં વરસાદ પડશે. જયારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે.અમદાવાદ, ખેડા, દાહોદ, આણંદ, મહીસાગર અને પંચમહાલમાં પણ મેઘરાજા મહેરબાન થશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાનમાં 2 ડીગ્રીનો વધારો થઈ શકે છે.

Download Our B K News Today App



Related News