પાલનપુર ખાતે મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ગુડ ગવર્નન્સ ઓફ અર્બન ડેવલોપમેન્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-27 12:17:49
  • Views : 242
  • Modified Date : 2021-12-27 12:17:49

        પાલનપુર ટાઉન હોલ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ગુડ ગવર્નન્સ ઓફ અર્બન ડેવલોપમેન્ટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની મન કી બાત કાર્યક્રમ અને સુરત ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ રાજયકક્ષાના કાર્યક્રમને લોકોએ લાઇવ નિહાળ્યો હતો. પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે નેશનલ અર્બન લાઇવલી હુડ મિશન અંતર્ગત વ્યક્તિગત લાભાર્થીઓ અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ સ્વસહાય જુથોને રૂપિયા દશ હજારથી એક લાખ સુધીની વ્યાજ વિનાની લોનના ચેક, શહેરી ફેરીયાઓને પ્રમાણપત્ર, કૌશલ્ય તાલીમાર્થીઓને સર્ટીફિકેટ, અન્ન બ્રહ્મ યોજનાના લાભાર્થીઓને અનાજનું વિતરણ, મિલ્કત ટ્રાન્સફર અરજી નિકાલના હુકમો અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેક આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે, પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા સહિત નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News