ગોંડલના બાળકો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા કમ્બોડીયા રવાના થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-11 18:03:07
  • Views : 303
  • Modified Date : 2019-11-11 18:03:07

એક નાનકડી  દીકરી કાંઈક લખી રહી છે.કંઈક તૈયારી કરી રહી છે ત્યારે આજુબાજુમાં મશીનના અવાજની વચ્ચે પણ તે એકદમ સ્થિર અને શાંત ચિત્તે કોઈપણ જાતની એકાગ્રતાના ભંગ વગર પોતાનુ ધ્યેય હાંસલ કરવા  કટિબદ્ધ હોય તેમ તેના પપ્પા પણ નાનકડી આ દીકરીને મદદરૂપ થવા બેઠા છે. જેમાં એક એવી સ્પર્ધા હતી જેમાં હાથમાં  મોબાઈલમાં ટાઇમ સેટ કરીને. આઠ મિનિટમાં 200 દાખલા ગણવાના છે એવી વિશ્વકક્ષાની એક સ્પર્ધાની તૈયારી ચાલુ છે.જે સ્પર્ધામાં ભાગ લેનાર દીકરીનું નામ ધ્વનિ દીપેનભાઈ વેકરિયા છે. જેમના પિતા દીપેનભાઈ દોરા અને સિલાઈ મશીનનો ગૃહ ઉદ્યોગ ધરાવે છે અને ઘરકાર્ય કરે છે. પોતાની દીકરીને ગણિતમાં રસરુચિ વધે તે માટે તેમણે તેને યુસીમાસના મેન્ટલ એરિથમેટિક અને માઈન્ડ પાવરની ટ્રેનિંગ માટે તૈયાર કરવાનું નક્કી કર્યું અને આ માટે માઈન્ડ અને મેમરી પાવર ટ્રેનિંગ માટે રજનીશભાઈ રાજપરાનો સમ્પર્ક કર્યો અને હવે આ દીકરી તૈયાર છે વિશ્વકક્ષાએ જવા માટે વિશ્વના વિખ્યાત વિજ્ઞાનિકોના મત મુજબ તો આપણે આપણા મગજનો 10 ટકાથી પણ ઓછો ઉપયોગ કરીએ છીએ ત્યારે આવો જ બીજો એક બાળક 10 વર્ષનો તીર્થ જોશી પણ આ જ સ્પર્ધામાં જવાનો છે. સાથે જ 11 વર્ષનો ભવ્ય અને 14 વર્ષનો રથીન પણ પોતાની આવડત બતાવવા તૈયાર છે. આ વર્ષે યુસીમાસ દ્વારા તા. 7 ડિસેમ્બરના રોજ કમ્બોડીયા ખાતે 24 મી ઇન્ટરનેશનલ કોમ્પિટિશન યોજાવાની છે. આ સ્પર્ધામાં ગોંડલના ચાર બાળકો ભાગ લેવા જશે. જેમાં વેકરીયા ધ્વનિ દીપેનભાઈ, જોશી તીર્થ જયદીપભાઈ, દાફડા રથીન શૈલેષભાઇ અને ખાનપરા ભવ્ય ચેતનભાઈ આ સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યા છે. છેલ્લા બે મહિનાથી આ બાળકોની તૈયારી ચાલુ છે. રોજની 8થી 10 કલાકની મહેનત આ બાળકો કરી રહ્યા છે. આ સ્પર્ધામાં તેમને કોઈ પણ જાતના કેલ્ક્યુલેટર કે ઇલેક્ટ્રોનિક સાધનની મદદ વગર 8 મિનિટમાં 200 દાખલ ગણવાના હોય છે.

Download Our B K News Today App



Related News