વિધાનસભામાં કોંગ્રેસ નેતાએ ‘ગોંડલ ગુંડાનું ગામ’ કહેતા ગોંડલ ભાજપ વિફર્યુ, અમિત ચાવડાનું પુતળાદહન કર્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-20 14:31:44
  • Views : 301
  • Modified Date : 2021-03-20 14:31:44

    વિધાનસભામાં બે દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગોંડલની ઓળખ ગુંડાના ગામ તરીકે પ્રચલિત છે તેવું નિવેદન આપ્યું હતું. જેના ઘેરા પ્રત્યાઘાત ગોંડલ પંથકમાં પડ્યા છે. આજે ગોંડલ ભાજપ વિફર્યુ હોય તેમ અમિત ચાવડાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ભાજપના આગેવાનો દ્વારા કોલેજ ચોક ખાતે પુતળા દહન કરી અમિત ચાવડા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

    ગોંડલ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રાએ જણાવ્યું હતું કે, ગોંડલ મહારાજા સર ભગવતસિંહજીની ભૂમી છે. સંતો-મહંતો અહીં બિરાજમાન છે. છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના શાસનના કારણે ગોંડલમાં શાંતિ છે. અમિત ચાવડાએ ગોંડલ શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કર્યો છે. ત્રણ દાયકા પહેલા રાજ્યમાં કોનુ શાસન હતું, ગોંડલ પર ક્યાં રાજકારણીઓના હાથ હતા તે તેઓએ જાણીને શબ્દ પ્રયોગ કરવો જોઈએ. તેમના પાયાવિહોણા નિવેદનના વિરોધમાં આજે કોલેજ ચોક ખાતે પુતળા દહનપુતળાદહન કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શીતલબેન કોટડીયા, સદસ્ય પ્રફુલ ટોળીયા, અલ્પેશ ઢોલરીયા, પ્રફુલ રાજ્યગુરુ સહિતના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. પુતળાદહન કરતી વખતે રોડ પર ટ્રાફિકજામ થયો હતો. આથી વાહનચાલકોને પરેશાની થઇ હતી. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભાજપના નેતાઓએ જાહેરમાં ભંગ કર્યો હતો. લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે તો મસમોટો દંડ વસુલવામાં આવે છે. પરંતુ રાજકીય પાર્ટીઓને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવાનો પીળો પરવાનો હોય તેવી પણ એક લોકોમાં ચર્ચા ઉઠી હતી.

Download Our B K News Today App



Related News