પાંડવોના સમયથી સ્થાપવામાં આવેલા ગેનાજી ગોળીયાના ગનેશ્વર મહાદેવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 11:39:59
  • Views : 424
  • Modified Date : 2020-08-31 11:39:59

ડીસાથી આઠ કિલોમીટર દૂર ગેનાજી ગોળીયા નામનું ગામ આવેલું છે અને આ ગામમાં વસેલા છે ગનેશ્વર મહાદેવ. જ્યાં અંદાજિત ૫૦૦ વર્ષ પહેલાં આ શિવલિંગ સ્થાપવામાં આવેલું હોય તેવું માનવામાં આવે છે.
ડીસા પાસે આવેલા ગેનાજી ગોળીયા ખાતેના ગનેશ્વર મહાદેવના જે પાંડવોના સમયમાં સ્થાપવામાં આવ્યું હતું અને પૌરાણિક મંદિર માનવામાં આવે છે. ધીમે ધીમે ગામ વસવા લાગ્યું અને મહંત રતન ભારતી ગુરુ દ્વારા તેમની ફરી પૂજા-અર્ચના શરૂ કરવામાં આવી હતી અને તેમના દેવલોક થયા બાદ ત્યાં તેમની સમાધિ પણ બનાવવામાં આવેલી છે. સમય જતાં જેમ જેમ ગામમાં વસ્તી વધવા લાગી તેની સાથે જ મંદિરોનો પણ વિકાસ થવા લાગ્યો.  
પહેલા નાની ડેરી હતી જેનું
પૌરાણિક બાંધકામ કરવામાં આવેલ હતું. આ ડેરીના આજે પણ તેના થોડાક અવશેષો જોવા મળે છે પરંતુ ત્યારબાદ ગામના લોકો દ્વારા નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનો વિકાસ કરવામાં આવ્યો. આજે પણ ગામમાંથી અનેક લોકો આ મહાદેવના દર્શન કરીને તેમની મનોકામના પૂર્ણ કરે છે અને શ્રાવણ મહિનામાં અહીં ગામના લોકો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News