હજારો વર્ષ જુનુ ગોલગામનું કપિલેશ્વર મહાદેવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-21 10:59:06
  • Views : 314
  • Modified Date : 2020-10-21 10:59:06

વાવથી ગોલગામ રોડ પર માત્ર ૫ કિ.મી.ના અંતરે અતિ પ્રાચીન અને પાંચ હજારવર્ષ
પુરાણું પાંડવોના સમયકાળ
પહેલાંનું શિવમંદિર આવેલું છે. આ મંદિર કપિલેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે. કેમકે અહીં આગળ
કપિલમુનિએ તપસ્યા કરી હતી.
આ મંદિરનો ઇતિહાસ જોવામાં આવે તો પાંડવોએ
પોતાના ચૌદ વર્ષના વનવાસ દરમિયાન આ પંથકમાં રોકાણ કર્યું હતું તે સમય દરમ્યાન અહીં રાત્રી રોકાણ કર્યું હતું. ત્યારે
પાંડવોમાં સ્નાન કરી શિવ પૂજા કર્યા બાદ અન્ન લેવાની ટેક હતી તે સમય દરમિયાન ભીમે આ પંથકમાં પાંચકુવાઓ ખોદાવી અહીં ઉપસ્થિત શિવલિંગ ઉપર એક જ રાતમાં મંદિર બનાવ્યું હતું અને ત્યારબાદ શિવ પૂજા કરી હતી. આ શિવલિંગ વિશ્વના બાર જ્યોતિર્લિંગ કરતાં પણ જુનુ હોવાનો ઐતિહાસિક દાવો છે.  આ શિવધામ ખાતે શ્રાવણ માસ સોમવારનો અનેરો મહિમા છે. શ્રાવણ માસના અંતિમ સોમવારના દિવસે અહીં મેળો ભરાય છે, યજ્ઞ થાય છે અને બટુક ભોજન અપાય છે. આ ઐતહાસિક  અતિ પ્રાચીન શિવ મંદિરને ખંડિત કરવા મુસ્લિમ બાદશાહ મહંમદ ગઝનીએ બંદૂકની ગોળીઓ છોડી મૂર્તિઓ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શિવ મંદિરમાંથી ભમરાઓ છૂટતા બાદશાહ પોતાનું શહેર છોડી ભાગી ગયો હતો અને તેનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. જોકે હાલમાં પણ અતિ પુરાણી પ્રાચીન મૂર્તિઓમાં બંદૂકની ગોળીઓના નિશાન મોજુદ છે. અતિ પ્રાચીન શિવ મંદિરમાં કેટલા પ્રાચીન મૂર્તિઓનો અવશેષો મોજુદ છે. ૫૦૦૦ વર્ષથી પણ જુના મહાદેવના શિવલિંગના દર્શનથી શિવ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ
કપિલેશ્વર મહાદેવના શિવલિંગના દર્શનનો મહિમા ભારતભરમાં પ્રચલિત છે. આજુબાજુ ગામના લોકો અહી ખૂબ જ ભક્તિભાવથી દર્શન કરવા આવે છે અને ભગવાન ભોલેનાથ ભક્તિમાં લીન બની પૂજા અર્ચના કરે છે.

Download Our B K News Today App



Related News