ચૂંટણીની આચારસંહિતાને લઇ યુનિવર્સિટીના છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરાશે નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 11:28:28
  • Views : 481
  • Modified Date : 2019-05-12 11:28:28

પાટણ યુનિવસિર્ટીમાં અભ્યાસ કરતા અને વિવિધ વિભાગોમાં  ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરનાર છાત્રોને દર વર્ષે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત તા.૧૭ મેના રોજ યુનિવર્સિટીના સ્થાપના દિન નિમિતે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે છે.
પરંતુ આ વખતે ચૂંટણીની આચારસહિંતાને  લઇ ગોલ્ડ મેડલ એનાયત કરવાની કાર્યવાહી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.
આમ યુનિવસિર્ટીમાં દર વર્ષે વિવિધ વિભાગોમાં ઉચ્ચ
પરિણામ મેળવનાર છાત્રને ૧૭ મેના રોજ યુનિવર્સિટીના સ્થાપના દિવસે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે છે.ત્યારે ચાલુ વર્ષે પણ યુનિવસિર્ટીના ૪૮ જેટલા છાત્રોને ૬૪ જેટલા ગોલ્ડ મેડલ આપવામાં આવનાર હતા,તેવામાં વર્તમાન સમયમાં ચૂંટણીની આચરસહિંતા લાગુ હોઇ છાત્રોને મેડલો રાજ્યપાલ કે અન્ય કોઈ રાજ્યના વડાના હસ્તે એનાયત કરવામાં આવતા હોય છે.પરંતુ ચૂંટણી આચારસહિંતાને લઇ તેઓ આવી શકે તેમ ન હોવાથી યુનિવર્સિટી દ્વારા આ છાત્રોને ગોલ્ડ મેડલ સ્થાપના દિવસે વિતરણ ના કરવાનો નિર્ણય લેવામાં લેવામાં આવ્યો છે.તેમજ આચારસહિંતા પૂર્ણ થતાની સાથે જ છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત કરવા માટેના સમારોહનું આયોજન કરાશે,તેવું યુનિવર્સિટીના સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

Download Our B K News Today App



Related News