લગ્નગાળાની સિઝનમાં આ વર્ષે સોના-ચાંદીના ભાવોમાં ધરખમ ઘટાડો : જુઓ અમારો વિશેષ અહેવાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-14 11:12:31
  • Views : 428
  • Modified Date : 2022-05-14 11:12:31

લગ્નગાળાની સિઝનમાં આ વર્ષે સોના-ચાંદીના ભાવોમાં ધરખમ ઘટાડો : જુઓ અમારો વિશેષ અહેવાલ

અત્યારે લગ્નગાળાની સિઝન ચાલી રહી છે અને લગ્નગાળાની સિઝનમાં આમ તો સોના અને ચાંદીના ભાવો આસમાને પહોંચી જતાં હોય છે.. પરંતુ આ વર્ષે સોના-ચાંદીના ભાવોમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.. તો સોના ચાંદીના ભાવોમાં કેમ આટલો ઘટાડો નોંધાઈ રહ્યો છે તેના પર જુઓ અમારો આ અહેવાલ....

 

ફેબ્રુઆરી મહિનાના અંતમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધની શરૂઆત થતાં જ સોના ચાંદીના ભાવો આસમાને પહોંચી ગયા હતા.. જે ભાવો અત્યારે એકદમ તળિયે આવી ગયા છે.. અત્યારે લગનસરાની મોસમ પણ પૂર બહારમાં ખીલેલી છે અને આવા સમયે સોના ચાંદીના જે ભાવો હોય છે તે ઊંચા રહેતા હોય છે.. પરંતુ તેમ છતાં સોના કરતાં ચાંદીના ભાવોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.. સિઝનમાં થઈ રહેલા આ ઘટાડા અંગે અમે ડીસામાં સોના-ચાંદીનો વ્યવસાય કરતાં મૂલચંદભાઈ સોનીનો સંપર્ક કર્યો હતો.. ત્યારે મૂલચંદભાઈ સોનીએ જણાવ્યુ હતું કે ફેબ્રુઆરીમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધની શરૂઆત થતાં ચાંદીના ભાવો સિત્તેર હજારની આસપાસ પહોંચી ગયા હતા.. પરંતુ ત્યારબાદ અમેરિકાએ વ્યાજદરોમાં વધારો કરતાં સોના અને ચાંદીના ભાવોમાં ઘટાડો નોંધાયો છે.. અને આગામી સમયમાં ચાંદીના ભાવ ઘટીને પંચાવન હજાર સુધી અને સોનાના ભાવો પચાસ હજાર સુધી પહોંચી શકે છે.. પરંતુ સોના-ચાંદીના ભાવોમાં તેજી આગામી સમયમાં યથાવત રહેશે..

Download Our B K News Today App



Related News