થરામાં રૂ. ૧.૮૯ લાખનો ૫૦૦૦ કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 12:02:20
  • Views : 534
  • Modified Date : 2020-07-29 12:02:20

થરાપંથકમાં દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો અખાદ્ય ગોળનો પાંચ હજાર કિલોનો જથ્થો પોલીસે ઝડપ્યો છે.
રૂપિયા ૧ લાખ ૮૯ હજારની કિંમતનો અખાદ્ય ગોળ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને દુકાનને સીલ કરી હોવાનું જાણવા મળે છે.
આ અંગેની હકીકત એવી છે કે, થરામાં આવેલી દિનેશકુમાર દામોદરદાસ ઠક્કરની ગોળની પેઢીમાં બાતમીના આધારે થરાદ
સીપીઆઇ એમ.બી દેવડાએ રેડ કરી હતી. જેમાં અખાદ્ય ગોળ ના ૫૪૨ રોડીયાનો જથ્થો મળી આવ્યો હતો. જેનું વજન પાંચ હજાર કિલો અને કિંમત રૂ. ૧,૮૯૦૦૦/- થવા જાય છે. જેથી થરા પોલીસે આ અખાદ્ય ગોળનો જથ્થો કબજે કર્યો હતો. અને વેપારી દિનેશકુમાર દામોદરદાસ ઠક્કર સામે વધુ
તપાસ હાથ ધરી હતી. જ્યારે અખાદ્ય ગોળનો ૫૪૨  રોડિયાનો જથ્થો વેપારીની  દુકાનમાં જ મૂકીને દુકાનને સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. થરામાં મોટા પ્રમાણમાં અખાદ્ય ગોળનો જથ્થો મળતાં થરા પોલીસ મથકની હદમાં દેશી -વિદેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાનું લોકો આક્રોશભેર કહી રહ્યા છે.

Download Our B K News Today App



Related News