ગોકુલ ગ્રૂપ ઓફ કંપનીએ ૨૫ લાખનો ચેક ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-09 17:51:33
  • Views : 447
  • Modified Date : 2020-04-09 17:51:33

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી આજ રોજ ગાંધીનગર ખાતે વૈશ્વિક મહામારી - કોરોના સામે લડવા માટે  "ગોકુલ ગ્રૂપ ઓફ કંપની" તરફથી અંકે રૂપિયા ૨૫ લાખ રૂપિયાનો ચેક ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આપવામાં આવ્યો. આ સમયે ગોકુલ ગ્રુપના ચીફ મેનેજીંગ ડિરેકટર  બલવંતસિંહ રાજપૂત, મેનેજીંગ ડિરેકટર  ધર્મેન્દ્રસિંહ રાજપૂત  અને સીઈઓ  પ્રવિણ ખંડેલવાલ  ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ રાજ્યના મુખ્યમંત્રી તરીકે કોરોના સામે લડવાની કાર્યશૈલી અને દીર્ઘ વિચાર શક્તિ ની "ગોકુલ ગ્રુપ" પ્રશંસા કરે છે. આ મહામારી સામે લડત આપવા માટે સમગ્ર "ગોકુલ ગ્રુપ" હરહંમેશ ગુજરાત સરકારની સાથે છે.


Download Our B K News Today App



Related News