વકવાડામાં ગોગા મહારાજ ની ભવ્ય રમેલ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 07:59:29
  • Views : 774
  • Modified Date : 2019-04-13 07:59:29

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચૈત્ર મહિનાની શરૂઆત સાથે જ ગામેગામ કલિયુગના જાગતા દેવ દેવીઓના સ્થાનકે વિવિધ ધાર્મિક માહોલ સાથે રમેલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લાખણી તાલુકાના વકવાડા ગામે કળિયુગના જાગતા દેવ શેષનારાયણ ગોગા મહારાજનું પૌરાણિક મંદિર આવેલ છે. વકવાડીયા ગોગા મહારાજના સ્થાનકે દર વર્ષે ચૈત્ર માસમાં રમેલનું આયોજન કરાય છે. ગતરોજ ચૈત્ર સુદ છઠ ને તા. ૧૧/૪/૨૦૧૯ ને ગુરુવારે  રાત્રે ગોગા મહારાજની ભવ્ય રમેલ કરવામાં આવી હતી. જેમાં દૂર દૂરથી ભાવિક ભક્તજનો
ઉપસ્થિત રહી ગોગા મહારાજના આશિર્વાદ મેળવ્યા હતા. આ રમેલમાં આમંત્રણ  આપેલ વિવિધ દેવી-દેવતાઓના ભુવાજીઓ પણ હાજર રહી  શ્રદ્ધાળુ લોકોને દર્શન કરાવી ખમ્મા અને મજાના આશીર્વાદ આપ્યા હતા. આખી રાત સુધી રમેલની રમઝટ જામી હતી. રમેલમાં હાલરીયાના કલાકારો દ્વારા  દેવી-દેવતાઓના હાલરીયાઓની રમઝટ જમાવી હતી. જયારે બીજા દિવસે વહેલી સવારે સૂર્યનારાયણની સાક્ષીમાં તેલ ફુલ  ચઢાવવામાં આવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત શ્રદ્ધાળું ભાઇ બહેનોએ ગોગા મહારાજના પ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગને સફળ બનાવવા વકવાડા ગોગા મહારાજના  શિષ્યો ગામના અગ્રણીઓ તથા યુવાન મિત્રોએ અને સમસ્ત નરસુંગબાપા પરિવારે ભારે જહેમત ઊઠાવી હતી અને ધાર્મિક માહોલ સાથે  સંપન્ન થયો હતો.



Download Our B K News Today App



Related News