લખપતનો ગોધાતડ ડેમ થયો ઓવરફ્લો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-09 16:57:26
  • Views : 159
  • Modified Date : 2023-07-09 16:57:26

ચોમાસાની શરૂઆતથી જ કચ્છ જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે. કચ્છના અબડાસા તાલુકામાં ભારે વરસાદને પગલે નરેડી ગામની નદી બે કાંઠે વહી રહી છે અને પૂરની સ્થિતિ છે. નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા નરેડી, ચિયાસર ગામ સંપર્ક વિહોણા બન્યા છે. લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબુર બન્યા છે. દર ચોમાસે આ પ્રકારની સ્થિતિ સર્જાતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સતત વરસાદના પગલે નદીઓમાં પાણીની આવક થઈ છે.કચ્છના લખપત તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીર આવ્યા છે. લખપત તાલુકાના આસપાસના ગામો માટે જીવાદોરી સમાન ગોધાતડ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં નવા નીરની આવક થતા ડેમ છલોછલ ભરાયો છે. જેના પગલે લોકોમાં પણ ખુશીનો માહોલ છે.

Download Our B K News Today App



Related News