ગોધરામાં પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષકને વિદ્યાર્થીઓની વચ્ચે ઢોર માર મરાયો, ઘટના સીસીટીવીમાં કેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 13:07:39
  • Views : 520
  • Modified Date : 2019-08-30 13:07:39

ગોધરા: પંચમહાલ મુસ્લિમ એજ્યુકેશન સંચાલિત ઈકબાલ પ્રાથમિક શાળામાં શરમજનક ઘટના બની છે. શાળામાં શિક્ષણ તરીકે સેવા આપતા એક મદદનીશ શિક્ષકને શાળામાં ભણતા વિદ્યાર્થીના પિતા અને તેના સાગીરતોએ ભેગા મળીને ઢોર માર્યો હતો. આ સમગ્ર ઘટના શાળાના સીસીટીવી કેમરામાં કેદ થઈ હતી. ઘટના અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.ક્લાસરૂમમાં ખેંચીને લઈ જઈ માર માર્યો પ્રાપ્ત માહિતી અનુસાર, ઈકબાલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક તોસિફ હાસિમ મામજી શાળામાં નોકરી પર હતા ત્યારે ઓચિંતા દોડી આવેલા તસ્લિમ હનીફ હસન અને લૂકમાન મખમલ ઉર્ફે કમાલુ એ કોઈપણ જાતની પૂછપરછ કર્યા વિના શિક્ષક પર હુમલો કરી દીધો હતો. શિક્ષકને ધોરણ 7ના ક્લાસરૂમમાં ખેંચી જઇ વિદ્યાર્થીઓની હાજરીમાં ઢોર માર માર્યો હતો. વચ્ચે પડેલા એક વિદ્યાર્થીને પણ ઈજા થઈ આ મારામારી દરમિયાન શિક્ષકને બચાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થી ભોલ સમીર અયૂબ ને પણ ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં ઘાયલ થયેલા શિક્ષક તોષીફ હાસિમ મામજીને અને વિદ્યાર્થીને 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ શાળાના આચાર્ય ઈંદ્રિશ હુસેને તસ્લિમ હસન અને લુકમાન મખમલ સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક પગલાં લઇ બંને આરોપીની ધરપકડ કરી હતી.રિપોર્ટ આવ્યા બાગ પગલાં લેવાશે આ બનાવ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ.પટેલનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, આ મામલે શાળાના આચાર્ય પાસેથી રિપોર્ટ માગવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ તપાસ કરવામાં આવશે. તપાસ બાદ જે કોઈ કસૂરવાર હશે તેની સામે પગલાં લેવા મંડળ અને આચાર્યને સૂચના આપવામાં આવશે.


Download Our B K News Today App



Related News