ડીસામાં બારદાનના ગોડાઉનમાં આગ લાગતા નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-23 11:36:51
  • Views : 316
  • Modified Date : 2020-02-23 11:36:51

ડીસા માર્કેટયાર્ડમાં આવેલા બારદાનના ગોડાઉનમાં શુક્રવારે મોડી રાત્રે આકસ્મિક આગ લાગતા બારદાનના ૫૦ હજાર જેટલા કટ્ટા બળીને ખાખ થઇ ગયા હતા. આગ લાગ્યાની જાણ થતાં જ માર્કેટયાર્ડના સેક્રેટરી સહિત પોલીસ અને ફાયર ફાયટરની ટીમે ઘટનાસ્થળે દોડી જઇ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, આગના કારણે
વેપારીને ૧૦ થી ૧૨ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી ડીસા (ડીસા માર્કેટયાર્ડ) માં આવેલા તમાકુ વિભાગમાં મહેન્દ્રભાઇ બારોટની એચ.એન.ટ્રેડર્સ નામનું બારદાનનું ગોડાઉન આવેલું છે. જેમાં શુક્રવારે મોડી રાત્રે બારેક વાગ્યાના સુમારે બારદાનના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા લોકો દોડી આવ્યા હતા. આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ તાત્કાલિક દોડી આવી ફાયર ફાયટર,
પોલીસ  અને ગોડાઉન માલિકને જાણ કરી હતી. આથી ફાયર ફાયટર સહિતની ટીમે ઘટનાસ્થળે દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે બારદાનના ૫૦ હજાર જેટલાં કટ્ટા  બળીને ખાખ થઇ જતાં લાખોનું નુકસાન થવા પામ્યું છે. આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું કે બારદાનના ગોડાઉનમાં લાગેલી આકસ્મિક આગના કારણે ૧૦ થી ૧૨ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.

Download Our B K News Today App



Related News