ડીસા તાલુકાના શરત ગામનું ગૌચર કૌભાંડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-10 10:10:48
  • Views : 498
  • Modified Date : 2019-07-10 10:10:48

ગૌસેવા અને ગૌચર માટે અનેક વાતો થાય છે પરંતુ
વાસ્તવિકતા એ છે કે હિંદુ ધર્મની ઓળખ ગણાતી ગાય માત્ર રાજકારણ કરવા માટે જ ઉપયોગ કરાય છે. ડીસા તાલુકાના શરત ગામની ગૌચર જમીન છેલ્લાં ૩૦ વર્ષથી દબાણ કરી લોકો તેમાં ખેતી કરી રહ્યા છે. સરપંચ અને તેમના સાગરીતોએ સાથે મળી
ગેરકાયદેસર મંડળી રચી ગૌચર પચાવી પાડયાનો આક્ષેપ ઉઠવા ફરિયાદ થઈ છે. જેમાં પ્રાથમિક તપાસમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે તે પણ ખોટો સાબિત થયો હોવાનું બહાર આવ્યું છે.
ડીસા તાલુકાના શરત ગામે ગેરકાયદેસર મંડળી રચી ગામની ગૌચર જમીન પચાવી
પાડી કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. શરત ગામના ગૌચર પૈકી ૧૨૦ વિધા જેટલી જમીન દબાણ કરી પચાવી
પડવાના આક્ષેપ થઈ રહ્યા છે. સ્થાનિક ગામ લોકોએ આ સમગ્ર મામલે અનેક એખિત અને મૌખિક રજૂઆત બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. ગૌચર
પર દબાણ માટે ગામના લોકોએ ધી શરત સામુદાયિક સેવા સહકારી મંડળીની રચના કરી છે. આ મંડળી ગામના ગૌચર
 પર દબાણ કરી ખેતી કરતા હોવાની ફરિયાદ થઈ છે. જ્યારે સૌથી મહત્વની બાબત એ છે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડનો ખોટો હુકમ મંડળી તરફે કરવામાં આવ્યો છે. જે ખોટો હોવાનું પ્રાથમિક તપાસમાં સાબિત થયું છે. જ્યારે ફરિયાદ સાથે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધિકારી
શશીકાંત પટેલ ટેલિફોન વાતમાં ખુદ સ્વીકાર કરી રહ્યા છે કે હુકમ ખોટો કરવામાં આવ્યો છે. જેથી હવે તે બાબત આપણે જે હોય તે બેસી પતાવી દઈએ તેવી મોબાઈલ પર વાતચીત કરી
રહ્યા હોવાની ઓડિયો કલીપ પણ ફરિયાદી પાસે છે.
 જો કે આ મામલે મંડળીના ચેરમેન રૂપાભાઈ દેસાઈ પોતે સાચા હોવાનું રટણ કરી રહ્યા છે અને આ જમીન નાયબ કલેક્ટર અને ટીડીઓ આપી હોવાનું જણાવી આ જમીન પર થતી ખેતી બાદ જે આવક થાય તે પણ ગામના લોકો લોકોને મદદે આપતા હોવાનું જણાવ્યું હતું.
ગામના ગૌચર મામલે છેલ્લાં કેટલાંય સમયથી ફરિયાદી કડક કાર્યવાહી થાય તે માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હતા. પરંતુ તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસ કરતા ગૌસવા અને ગૌચર વિકાસ બોર્ડનો હુકમ ખોટો સાબિત થયો છે. ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગૌચરની જમીન ૨૫ વર્ષના ભાડા પેટે ધી શરત સામુદાયિક ખેતી સેવા સહકારી મંડળી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે તપાસ થતાં ખોટો સાબિત થયો છે. જ્યારે આ મામલે અત્યારે ગામની મંડળી હાઈકોર્ટે માં કેશ દાખલ કર્યો છે. પરંતુ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ખોટા સરકારી દસ્તાવેજ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ તાલુકા વિકાસ અધિકારી પંકજસિંહ મહિડાએ જણાવ્યું હતું.
શરત ગામની ગૌચર દબાણ મામલે અનેક બાબતો સામે આવી રહી છે. પરંતુ આ સમગ્ર કેશમાં ગૌસેવા અને ગૌચર વિકાસ ની કામગીરી શંકાસ્પદ છે. ખોટી રીતે સરકારી જમીનો આપવામાં આવી હોવાનો સ્વીકાર ખુદ બોર્ડના અધિકારીઓ કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે શું કાયદેસર અને ફોજદારી કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે.  રહ્યા હોવાની ઓડિયો કલીપ પણ ફરિયાદી પાસે છે.
 જો કે આ મામલે મંડળીના ચેરમેન રૂપાભાઈ દેસાઈ પોતે સાચા હોવાનું રટણ કરી રહ્યા છે અને આ જમીન નાયબ કલેક્ટર અને ટીડીઓ આપી હોવાનું જણાવી આ જમીન પર થતી ખેતી બાદ જે આવક થાય તે પણ ગામના લોકો લોકોને મદદે આપતા હોવાનું જણાવ્યું હતું.
ગામના ગૌચર મામલે છેલ્લાં કેટલાંય સમયથી ફરિયાદી કડક કાર્યવાહી થાય તે માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હતા. પરંતુ તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસ કરતા ગૌસવા અને ગૌચર વિકાસ બોર્ડનો હુકમ ખોટો સાબિત થયો છે. ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગૌચરની જમીન ૨૫ વર્ષના ભાડા પેટે ધી શરત સામુદાયિક ખેતી સેવા સહકારી મંડળી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે તપાસ થતાં ખોટો સાબિત થયો છે. જ્યારે આ મામલે અત્યારે ગામની મંડળી હાઈકોર્ટે માં કેશ દાખલ કર્યો છે. પરંતુ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ખોટા સરકારી દસ્તાવેજ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ તાલુકા વિકાસ અધિકારી પંકજસિંહ મહિડાએ જણાવ્યું હતું.
શરત ગામની ગૌચર દબાણ મામલે અનેક બાબતો સામે આવી રહી છે. પરંતુ આ સમગ્ર કેશમાં ગૌસેવા અને ગૌચર વિકાસ ની કામગીરી શંકાસ્પદ છે. ખોટી રીતે સરકારી જમીનો આપવામાં આવી હોવાનો સ્વીકાર ખુદ બોર્ડના અધિકારીઓ કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે શું કાયદેસર અને ફોજદારી કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે. 

Download Our B K News Today App



Related News