પાલનપુરના ગોબરીરોડ વિસ્તારમાં બાળ લગ્ન થતાં અટકાવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-02 13:16:15
  • Views : 561
  • Modified Date : 2019-06-02 13:16:15

પાલનપુર ગોબરીરોડ વિસ્તારમાં બાળ લગ્ન યોજાઇ રહ્યા હોવાની જાણ થતાં અભયમ, સમાજ કલ્યાણ વિભાગ અને પોલીસની ટીમ ત્વરિત ત્યાં દોડી ગઇ હતી. અને બાળ લગ્ન અટકાવી લગ્ન કરાવનારા પરિવારોને સમજાવવામાં આવ્યા હતા.બનાસકાંઠા જિલ્લામાં લગ્નસરો ચાલી રહ્યો છે. જ્યાં કેટલાક પરિવારો આજની મોઘવારીમાં પોતાની મોટી દીકરીની સાથે અન્ય નાની દીકરીઓના લગ્ન પણ કરી ખર્ચમાં કાપ મુકતા હોય છે. જોકે, બાળ લગ્ન એ ગુનો હોઇ તંત્ર દ્વારા આવા બાળ લગ્નો અટકાવવામાં આવી રહ્યા છે. જ્યાં શનિવારે પાલનપુર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મળેલ માહિતી મુજબ ગોબરી રોડ પાલનપુર ખાતે બાળ લગ્ન થતા હોવાની જાણ થતાં જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ. કે. જોષી ટીમ અને પોલીસ સાથે માંડવે પહોચ્યા હતા. અને તાત્કાલિક ધોરણે થી અટકાવવામાં આવ્યા હતા. તથા લગ્ન સમયે હાજર તમામ લોકોને બાળ લગ્ન ન કરવા બાબતે તથા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની કાયદાકીય જોગવાઈઓ ની સમજ આપવામાં આવી હતી. આ અંગે એમ. કે. જોષીએ જણાવ્યું હતુ કે, જો બાળક લગ્ન થઈ રહ્યા હોય તો તેવા લગ્નમાં હાજરી આપવી નહીં તથા જો કોઈ જગ્યાએ બાળ લગ્ન થઈ રહ્યા હોય તો બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી ની કચેરીસેવાસદન-૨ બ્લોક નંબર ૩૦ ૩૧ ૩૨ પાલનપુર ખાતે સંપર્ક કરવો.



Download Our B K News Today App



Related News