ડીસા તાલુકાના વડાવલ ગામ માં ગો પર્યાવરણ અને અધ્યાત્મ ચેતના પદયાત્રા આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-21 11:23:19
  • Views : 204
  • Modified Date : 2022-03-21 11:23:19

ડીસા તાલુકાના વડાવળ ગામ ખાતે ગતરોજ 31 વર્ષીય ગૌરવ પર્યાવરણ અને અધ્યાત્મ ચેતના પદયાત્રાનું આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

    ક્રાંતિકારી ગૌભક્ત મંડળી મહારાણા પ્રતાપજી ની સમાધિ ભૂમિ હલ્દીઘાટી થી શરૂ થયેલી પગપાળા યાત્રા દેશ રાજ્યના વિવિધ ગામો માં ૯ વર્ષે થી ફરતી ફરતી ૮૫ હજાર કિલોમીટર નું અંતર કાપી ડીસા તાલુકામાં આવી પહોંચતા વડાવળ ખાતે ધુળેટી ના પાવન દિવસે કાન્તિકારી સંત શ્રી  ગોપાલાનંદજી સરસ્વતી મહારાજ ના મુખે થી અદભુત પ્રવચન થયું હતું ગૌ આધારિત વિવિધ વિષયો પર સંત શ્રીએ પ્રકાશ પાડ્યો હતો સામાજિક આર્થિક વ્યવહારીક અને આરોગ્ય ની  દષ્ટિએ ગાયનું મહત્વ શું છે તે વિશે ખુબ સરસ માર્ગદર્શન આપ્યું હતું આ અંગે કેટલીક માર્મિક ટકોર પણ કરી હતી સારી સમસ્યાનું સમાધાન ગાય માતા પાસે જ છે તેમ છતાં આજે રખડતી ભટકતી ગાયો જોવા મળી રહી છે કે ખૂબ જ દુઃખની બાબત છે બે કલાકની ગૌ કથા એક અદભૂત અદ્વિતીય પ્રભાવશાળી રીતે ક્રાંતિકારી ગૌ ભક્ત ગોપાલાનંદજી સરસ્વતી મહારાજ ના મુખે થી સાંભળવા મળતાં ગ્રામજનો માં પણ નવી શક્તિ નો સંચાર થયો હતો

Download Our B K News Today App



Related News