બનાસ ડેરીના સાગર દાણ સાથે કાચના ટુકડા અને પ્લાસ્ટિક મળી આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-23 11:38:53
  • Views : 972
  • Modified Date : 2022-05-23 11:38:53


બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સૌથી પહેલા ખેતી કરતા હતા પરંતુ વારંવાર પાણીની અછતના કારણે અને કુદરતી આફતોના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવતો હતો જે બાદ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતીની સાથોસાથ ધીમેધીમે પશુપાલન સાથે જોડાયા હતા જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ બનાસ ડેરી ની સ્થાપના કરવામાં આવી હતી જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે જિલ્લાના ખેડૂતો આગળ વધ્યા હતા પરંતુ કેટલીકવાર પશુઓને ખવડાવવામાં આવતું દાણ માં કંઈક ને કંઈક ખોટું નીકળતા તેની અસર પશુપાલન ઉપર જોવા પશુપાલન પર જોવા મળતી હોય છે.દુધાળા પશુઓને સાગર દાણ આપતા હોવ તો ચેતી જજોકારણકે સાગર દાણ માંથી મળી આવ્યા છે કાચ અને પ્લાસ્ટિકના ટુકડા.. બનાસકાંઠાના દિયોદર તાલુકાના મકડાલા ગામના પશુપાલકોને કેટલાક દિવસથી બનાસડેરીના સાગરદાણમાં ભેળસેળ હોવાની આશંકા હતીજ પણ જયારે એક વાછરડીનું મોત નીપજ્યું ત્યારે આજે ગામના 15 જેટલા પશુપાલકોએ મળી સાગર દાણની બોરી ખોલી ઢગલો કર્યો ત્યારે તેમાંથી બહોળા પ્રમાણમાં સાગર ખોળ સાથે કાચના ટુકડા અને પ્લાસ્ટિક મળી આવ્યું છે જે ગાય-ભેંસ જેવા પશુઓ માટે ખુબજ ખતરારૂપ છે..કેટલાક પશુપાલકોનું કહેવું છે કે બનાસ ડેરીમાંથી મળતા દાણ સાથે એવાજ પેકીંગ વાળું દાણ બનાસકાંઠાના કેટલાક ગામડાની દૂધ મંડળીના મંત્રીઓ દ્વારા ભેળસેળ કરી વેચાણ કરવામાં આવે છે જેથી બનાસ ડેરીના ચેયરમેને તાત્કાલિક બાબતે પગલાં લઇ ભેળસેળ કરતી કંપનીઓનો પર્દાફાશ કરવો જોઈએ.

 

 

 

 

Download Our B K News Today App



Related News