જોશીમઠમાં ગ્લેશિયર પડવાથી બંધ તૂટી ગયો, ઘણા લોકો તણાયા હોવાની શકયતા- હરિદ્વાર સુધી અલર્ટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-07 12:59:10
  • Views : 274
  • Modified Date : 2021-02-07 12:59:10

    ઉત્તરાખંડના જોશીમઠમાં મોટી દુર્ઘટના ઘટી છે. જોશીમઠમાં ગ્લેશિયર પડવાથી ડેમ તૂટી ગયો છે. તેમાં ઘણા લોકો તણાઈ ગયા હોવાની વાત કહેવાઈ રહી છે. જે લોકો તણાયા છે તેઓ નીચેના વિસ્તારના હોવાનું મનાઈ રહ્યું છે. તપોવનની ઉપરથી કોઈ નદી ફાટવાના કારણે આવું થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. જે નદીની ફાટવાની વાત કહેવાઈ રહી છે તેને ધોળી ગંગા પણ કહેવામાં આવે છે. જે સમયે આ બરફનું તોફાન આવ્યું, તે સમયે જોશીમઠમાં સારો સૂર્યપ્રકશ હતો, તેના કારણે પણ લોકો હેરાન હતા.

    આ દુર્ઘટના અંગે રાજ્યના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતનું નિવેદન આવી ગયું છે. તેમણે કહ્યું કે ટચમોલી જિલ્લામાં એક દુર્ઘટના ઘટી હોવાના સમાચાર મળ્યા છે. જિલ્લા પ્રશાસન, પોલીસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ અંગે ઘટતુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની અફવાહો પર પણ લોકોને ધ્યાન ન આપવા કહેવામાં આવ્યું છે. સરકાર જરૂરી તમામ પગલાઓ લઈ રહી છે.

Download Our B K News Today App



Related News