યુક્રેન થી પરત ફરેલા ડીસાના વિદ્યાર્થીની આપવીતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-10 11:55:00
  • Views : 336
  • Modified Date : 2022-03-10 11:55:00

યુક્રેન થી પરત ફરેલા ડીસાના વિદ્યાર્થીની આપવીતી

 

રસિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે ડીસામાં વસતા અનેક વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે ત્યારે યુદ્ધના માહોલ વચ્ચે યુક્રેનમાં કેવો માહોલ છે જેની આપવીતી વિદ્યાર્થીઓ હાલ પોતાના વતન પરત પહોંચતા જણાવી રહ્યા છે.

 

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા અનેક વિદ્યાર્થીઓ ડીસા પરત પોતાના વતન પહોંચી રહ્યા છે.ત્યારે ડીસા શહેરમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા પ્રજાપતિ હર્ષદભાઈના પુત્ર છેલ્લા ચાર વર્ષથી યુક્રેનના ખારકિવમાં એમ.બી.બી.એસ માં અભ્યાસ કરી રહ્યા હતા. તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો માહોલ છે અને આ માહોલ વચ્ચે ભારતના હજારો નાગરિકો યુકેન અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલા છે.આ તમામ વિદ્યાર્થીઓ અને નાગરિકોને ભારત સરકાર ઓપરેશન ગંગા દ્વારા પરત પોતાના વતન લાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત ડોક્ટર હર્ષદ પ્રજાપતિના પુત્ર રાહુલ પ્રજાપતિ પણ ડીસા પરત ફર્યા હતા પરત ફરતા ની સાથે પરિવારના લોકો અને તેમની માતાએ વ્હાલથી ભેટી ને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.પોતાનો પુત્ર યુદ્ધના માહોલ વચ્ચે પોતાના ઘરે સુરક્ષિત પહોંચતા માતા પિતાની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે કેવો માહોલ છે તે અંગે રાહુલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે યુદ્ધ વચ્ચે યુક્રેનના ખાર કિવ મા અંદાજિત ત્રણ દિવસ મેટ્રો સ્ટેશન અંડરગ્રાઉન્ડ માં રહીને જીવ બચાવ્યો હતો તેમજ ત્યાંથી અમુક વિદ્યાર્થીઓ સાથે મળીને ટ્રેનની સફર કરી લક્ઝરી દ્વારા પોલેન્ડ બોર્ડર પહોંચ્યા હતા ત્યાંથી ભારતના રાજદૂત તરફથી ભારત પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પણ આ બધાની વચ્ચે ત્રણ દિવસ યુદ્ધ વચ્ચે રહીને આવેલા રાહુલભાઈ એ ભગવાન અને ભારત સરકાર નો પણ આભાર વ્યક્ત કર્યો હતો મુસીબતના સમયમાં હેમખેમ પરિવાર પાસે પરત ફર્યા હતા ત્યારે આ બાબતે તેમના પિતાજી હર્ષદભાઈ એ પણ બનાસકાંઠા કલેકટર, દિયોદર મામલતદાર  તમામનો આભાર વ્યક્ત કરીને ખુબ ખુબ શુભેચ્છાઓ આપી હતી પણ આ તમામ વચ્ચે રાહુલભાઈ ની માનસિક સ્થિતિ યુદ્ધના મેદાન વચ્ચે ખુબ જ હેરાન કરનારી હતી.

Download Our B K News Today App



Related News