મફત ઘર અને રેશન આપવું એ વિકાસલક્ષી યોજના, પરંતુ મફત વીજળી આપવી એ રેવડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-29 16:06:26
  • Views : 239
  • Modified Date : 2022-10-29 16:06:26

 

મફત રેવડી અને વિકાસલક્ષી જાહેરાતો વચ્ચે શું તફાવત છે? આ એક રસપ્રદ ચર્ચા ચાલી રહી છે. અગાઉ આ બાબતે સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું હતું. કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી પહેલાં પાર્ટી દ્વારા કરવામાં આવેલી જાહેરાતો પ્રેક્ટિકલ છે કે નહીં? સરકારી તિજોરી પર એની શી અસર પહોંચે છે? મફત રેવડી અને વિકાસલક્ષી યોજનાઓ કે જાહેરાતો વચ્ચે શું તફાવત છે? એના પર ચર્ચા થવી જોઈએ.

 

ચૂંટણીપંચે તમામ રાજકીય પાર્ટીને પત્ર લખીને પૂછ્યું છે કે તમારા મત મુજબ વિકાસલક્ષી યોજનાઓ છે અને ફ્રી રેવડી કઈ છે? તેમણે એ પણ પૂછ્યું કે ચૂંટણી પૂર્વેની જાહેરાતની ફાઈનાન્શિયલ ઈમ્પેક્ટ વિશેની માહિતી કેમ ન જણાવવી જોઈએ? આ રીતે ચૂંટણીપંચે પત્ર લખીને પોતાની જવાબદારી પૂરી કરી છે. આ પછી પાર્ટીઓ તરફથી જવાબો આવી રહ્યા છે તેમજ વિવિધ પાર્ટી અને તેમના નેતાઓ રસપ્રદ તથા હાસ્યજનક જવાબો આપી રહ્યા છે.

 

ભાજપના એક નેતાએ કહ્યું- ગરીબોને મફત ઘર આપવા અને રેશન આપવું એ વિકાસલક્ષી યોજના છે, પરંતુ મફત વીજળી આપવી રેવડી છે. એના ઊંડાણમાં જઈએ તો ખબર પડે છે કે મફત ઘર અને રેશનની યોજના કેન્દ્ર સરકારની છે. મફત વીજળીની યોજના AAP પાર્ટીની છે, જે તેમણે દિલ્હી અને પંજાબમાં લાગુ કરી છે, સાથે જ ગુજરાતમાં પણ AAP પાર્ટી મફત વીજળીનું વચન આપી રહી છે, કારણ કે આગામી દિવસોમાં ત્યાં ચૂંટણી યોજાવાની છે.

 

ભાજપના નેતાઓ ભૂલી ગયા કે તેમની જ પાર્ટીના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે હિમાચલમાં મફત વીજળીની યોજના લોન્ચ કરી છે. બીજી તરફ, કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણીપંચે મફત રેવડી અને વિકાસલક્ષી યોજનાઓની પરિભાષામાં ફસાવવું જોઈએ નહીં, કારણ કે આ તેમના અધિકાર ક્ષેત્રમાં આવતું નથી. આ નક્કી કરવાનું કામ સંસદનું છે અને સંસદ આ ખૂબ સારી રીતે કરશે. બાકીની વિપક્ષ પાર્ટી અત્યારે એ ચર્ચામાં પડવા માગતી નથી.

 

ટૂંકમાં, આ નક્કી કરવાનું બાકી છે કે ચૂંટણી પહેલાં મતદારોને લાલચ આપનારી યોજનાઓ પર કેવી રીતે નિયંત્રણ લગાવી શકાય છે. આ નિયંત્રણો લાદવા જોઈએ કે નહીં? હવે જોવાનું એ છે કે સુપ્રીમ કોર્ટ આના પર શું વલણ દાખવે છે. આ અંગે રેગ્યુલેટરી કમિશનની રચના કરવામાં આવી છે, પછી આ જવાબદારી ચૂંટણીપંચને સોંપવામાં આવશે, હવે આ તો આવનારો સમય જ કહેશે કે શું થશે.

Download Our B K News Today App



Related News