ગિરનારની લીલી પરિક્રમા 8 નવેમ્બર પહેલાં શરૂ નહીં થાય, આઠમીએ રાત્રે દરવાજા ખોલવામાં આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 12:30:15
  • Views : 412
  • Modified Date : 2019-11-04 12:30:15

મહા વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાને જોતાં ગિરનારની લીલી પરિક્રમા 8 નવેમ્બર પહેલાં શરૂ નહીં કરવામાં આવે. જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીના જણાવ્યા અનુસાર દર વર્ષે પરિક્રમાના પરંપરાગત સમય કારતક સુદ અગિયારસ પહેલા ભક્તો આવી જતા હોય છે. પરંતુ 4-5 દિવસ ભારે વરસાદની શક્યતાને જોતાં આ વખતે 8 નવેમ્બરે રાત્રે દ્વાર ખુલ્લા મૂકવામાં આવશે. તે પહેલાં પરિક્રમા માટે કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.

Download Our B K News Today App



Related News