ડીસા તાલુકાના જૂનાડીસા ગામે આવેલ ખલવાડ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-26 11:22:33
  • Views : 208
  • Modified Date : 2022-06-26 11:22:33

 

ડીસા તાલુકાના જુનાડીસા ગામે આવેલ ખલવાડ પ્રાથમિક શાળા નંબર પાંચમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લો વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનું વ્યાપ વધે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખાસ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે હાલમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નાનપણથી બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવી રહ્યા છે જેનો મુખ્ય હેતુ છે કે નાનપણથી બાળક શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને શિક્ષણમાં પ્રગતિ કરે તે હેતુથી ખાસ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ વેચવામાં આવી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા જોવામાં આવી રહેલા શાળા પ્રવેશોત્સવમાં અત્યાર સુધી ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓ જોડાઈ રહી છે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે આવેલ મહમદપુરા પ્રાથમિક શાળા ખાતેથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. અને આજે બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની શાળાઓ માં રાજ્ય સરકારના આદેશ પ્રમાણે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવી રહ્યો છે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણી અંતર્ગત વિવિધ શાળા  પ્રવેશોત્સવ યોજવામાં ના ભાગરૂપે આજે ડીસા તાલુકાના જુનાડીસા ગામે આવેલ ખલવાડ પ્રાથમિક શાળા નંબર પાંચમા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખલવાડ પ્રાથમિક શાળા ખાતે ધોરણ એક માં અભ્યાસ કરતા બાળકોને આજે રાજ્ય સરકારના શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં જુનાડીસા ગામની ખલવાડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક બુક તેમજ સન્માનિત કરવી પ્રથમ દિવસે આજે પ્રવેશ આપવામાં આવ્યો હતો આજે યોજાયેલા પ્રવેશોત્સવ વાલીઓ શિક્ષકો પણ મોટી સંખ્યામાં જોડે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Download Our B K News Today App



Related News