અમદાવાદમાં છોકરીઓએ રસ્તા પર રોમિયોને ઢીબી નાંખ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-23 16:06:38
  • Views : 158
  • Modified Date : 2023-06-23 16:06:38

 

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે. જોકે બાહોશ વિદ્યાર્થિનીએ પણ હિંમત દાખવી આ રોમિયોને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. વિગતો મુજબ એક રોમિયો શાળાએ જતી વિદ્યાર્થિનીની અવાર-નવાર છેડતી કરતો હતો. જોકે આજે આ વિદ્યાર્થિનીએ હિંમત દાખવી અને રોમિયોને રસ્તા વચ્ચે જ માર માર્યો હતો. જે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ભુલાભાઈ ચાર રસ્તા પાસે એક રોમિયોને વિદ્યાર્થિનીની છેડતી કરવી ભારે પડી છે. વિગતો મુજબ આ ઈસમ અવાર-નવાર વિદ્યાર્થિનીની છેડતી કરતો હોઇ વિદ્યાર્થિનીએ રોમિયોને મેથીપાક ચખાડ્યો હતો. આ તરફ વિદ્યાર્થિનીએ રોમિયોને માર મારતો વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. જોકે વિદ્યાર્થિનીની છેડતી મામલે લોકો મૂકપ્રેક્ષક બન્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ તરફ સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે. કાગડાપીઠ વિસ્તારમાં ભુલાભાઈ ચાર રસ્તા પાસે રોમિયોને વિદ્યાર્થિનીની છેડતી કરતો હોવાનું સામે આવ્યું છે. જોકે વિદ્યાર્થિનીએ હિંમત દાખવી તેને  મેથીપાક ચખાડ્યો હતો. આ તરફ હવે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. શું રોમિયોને કેમ નથી રહ્યો પોલીસનો ડર? મેટ્રોસિટીમાં વિદ્યાર્થિનીઓ કેટલી સુરક્ષિત? આવા અનેક સવાલો આ ઘટના પરથી ઉઠી રહ્યા છે.

Download Our B K News Today App



Related News