પ્રેમિકાના અંગપળોના ફોટા વિડિયો પતિને મોકલી જિંદગી બરબાદ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-19 16:18:43
  • Views : 38
  • Modified Date : 2025-04-19 16:18:43

નારોલમાં પૂર્વ શિક્ષિકાને પ્રેેમ કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પ્રેમીએ યુવતી સાથેના અંગતપળો માણતા નગ્ન હાલતના ફોટા અને વિડીયો બનાવીને અનેક વાર દુષ્કર્મ આચરીને વાયરની ધમકી આપીને તેની સાથે બળજબરી લગ્ન પણ કર્યા હતા. એટલું જ નહી લગ્ન બાદ યુવતીને પરિવાર અને પતિના ત્યાં ફોટા વિડિયો મોકલી આપ્યા હતા.નારોલ પાલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નારોલમાં રહેતી ૨૬ વર્ષની યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેણીની શિક્ષિકની નોકરી છોડીને સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસમાં જતી હતી ત્યારે ક્લાસમાં આવતા યુવક સાથે મિત્રતા બાદ  પ્રેમમાં પડી હતી યુવક પ્રેમિકાને લઇ ફરવા જતો ત્યારે તેના ફોટો પાડી લીધા હતા. સરકારી પરીક્ષાનું ફોર્મ ભરવાના બહાને ઘરે બોલાવીને ફોટા સોશિયલ મીડિયામાં અને પરિવારને બતાવી દેવાની ધમકી આપીને અનેક વખત દુષ્કર્મ આચરીને ન્યૂડ ફોટો અને વિડીયો ઉતારી લીધા હતા. 

Download Our B K News Today App



Related News