ગીર સોમનાથમાં પણ અંતિમ ત્રણેક દિવસથી ભારે વરસાદ વરસ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-21 16:36:47
  • Views : 53
  • Modified Date : 2024-07-21 16:36:47

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. લોકો જ્યાં છે, ત્યાં એ જ સ્થિતિમાં ફસાઈ રહેવાની સ્થિતિ પણ અનેક વિસ્તારમાં સર્જાઈ છે. ગીર સોમનાથમાં પણ અંતિમ ત્રણેક દિવસથી ભારે વરસાદ વરસ્યો છે. પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ દર્શન કરવા માટે આવતા યાત્રાળુઓને પણ હાઈવે પર પાણી ભરાઈ જવાને લઈ મુશ્કેલીઓની સમસ્યાઓ સર્જાઈ છે.અહીં સોમનાથ-જેતપુર નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવા પામ્યા છે. અહીં પાણી નદીં નહીં દરિયાની જેમ ભરાયેલા જોવા મળી રહ્યા છે. પાણીના નિકાલ માટે ડિવાઈડર તોડવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, નેશનલ હાઈવે ઓથોરિટીએ હાઈવેની ડિઝાઈન બનાવતી વખતે ધ્યાન કેમ નહોતું રાખવામાં આવ્યું.

Download Our B K News Today App



Related News