ગિલ-અગ્રવાલની સદી અને સક્સેનાની 7 વિકેટ થકી ઇન્ડિયા Cએ ઇન્ડિયા Aને 232 રન હરાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 13:45:08
  • Views : 296
  • Modified Date : 2019-11-02 13:45:08

શુભમન ગિલ અને મયંક અગ્રવાલની સદી, સુર્યકુમાર યાદવના 29 બોલમાં 72* રન અને જલજ સક્સેનાની 7 વિકેટ થકી ઇન્ડિયા Cએ રાંચી ખાતે ઇન્ડિયા A સામે 232 રને જીત મેળવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ઇન્ડિયા Aએ 3 વિકેટે 366 રન કર્યા હતા. ગિલે 143 અને અગ્રવાલે 120 રન કર્યા હતા. જવાબમાં ઇન્ડિયા A 134 રનમાં ઓલઆઉટ થયું હતું. આ હાર સાથે ઇન્ડિયા A દેવધર ટ્રોફીની બહાર થયું છે. ઇન્ડિયા B અને ઇન્ડિયા C 4 નવેમ્બરે ફાઇનલ રમાશે.સક્સેનાએ દેવધર ટ્રોફીમાં બોલર દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 41 રન આપીને 7 વિકેટ લીધી હતી. ઇન્ડિયા A માટે ઓપનર દેવદત્ત પડીકલે સર્વાધિક 31 રન કર્યા હતા. ભાર્ગવ મેરાઈએ 30 અને ઈશાન કિશને 25 રન કર્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યો ન હતો. સક્સેના ઉપરાંત ઈશાન પોરેલે 2 અને ધવલ કુલકર્ણીએ 1 વિકેટ લીધી હતી.

Download Our B K News Today App



Related News