CAની વિદ્યાર્થિનીને ટૂ-વ્હીલર ભેટ આપ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-14 17:00:49
  • Views : 114
  • Modified Date : 2023-06-14 17:00:49

જે માત્ર બે મીનિટ માટે જાહેરખબર જેવી જ બની રહી જાય છે, તેનો અનુભવ ઘણા લોકોને થયો પણ હશે. આજે એક એવી ઘટના વડોદરાથી સામે આવી છે કે,  જ્યાં એક નેતાજીની લોભામણી જાહેરાતથી ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય કિરસિંહ પરમારે શાળાપ્રવેશ ઉત્સવમાં ગામની વિદ્યાર્થી માટે ટુ વ્હીલરની ભેટની જાહેરાત કરી હતી. ગામના ગરીબ પરિવારની દીકરી CA ભણવા માટે શહેરમાં જવાની હતી અને તેને અપડાઉન કરવા માટે એક ટુ વ્હીલરની જરૂરિયાત હતી જેને લઈ સદસ્ય કિરસિંહ પરમારે દીકરીને ટુ વ્હીલર ભેટ આપવાની જાહેરાત કરી હતી અને જેના બીજા જ દિવસે દીકરીને એક્ટિવા લઈ આપી પરંતુ યુવતીના જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય કિરણસિંહે યુવતીના નામે લોન કરી પરિવારને શોરૂમ પર બોલાવીને ટુ વ્હીલર આપતા મામલો ગરમાયો છે. અત્રે ઉલલેખનીય છે. ડાઉન પેમેન્ટ ભર્યા બાદ યુવતીના નામે એક લાખની લોન કરી છે તેમજ આ નેતાજીએ ટુ વ્હીલર ગિફ્ટમાં આપ્યું હોવાની સોશિયલ મીડિયા પર જાહેરાત પણ કરી હતી. ગરીબ પરિવાર પાસે લોનનો હપ્તો ભરવા નાણાની સગવડ નથી તેમજ મદદની જાહેરાત બાદ ગરીબ પરિવાર સાથે નેતાએ છેતરપિંડી કરી છે. યુવતીએ પોતાની વ્યથા સોશિયલ મીડિયા પર ઠાલવતા મામલો સામે આવ્યો છે. દીકરીનું કહેવું છે કે, મારા મમ્મી-પપ્પા બંન્ને હેડિકેપ છે તેમજ કિરસિંહ પરમારે મને ગિફ્ટમાં આ એક્ટિવા આપવાની જાહેરાત કરી હતી અને હવે આ પર લોન કરી દીધી છે અને જે મારાથી કે મારા પરિવારથી ભરાય તેમ પણ નથી તેમજ ગિફ્ટમાં આપવાની જાહેરાત કરી છે તો પૈસા કઈ રીતે ભરવાના હોય. વધુમાં દીકરીએ જણાવ્યું કે, આ એક્ટિવા ગિફ્ટમાં જ મળવી જોઈએ. 

Download Our B K News Today App



Related News