ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં ડીસાને મળી ભેટ : આઠ કરોડના ખર્ચે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આપવાની જાહેરાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-05 12:03:44
  • Views : 238
  • Modified Date : 2022-03-05 12:03:44

 

ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં ડીસાને મળી ભેટ : આઠ કરોડના ખર્ચે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આપવાની જાહેરાત

દરેક જીલ્લામાં એક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય છે.. ત્યારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જીલ્લાના વડા મથક પાલનપુર શહેરમાં સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી.. પરંતુ બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતીની વાત કરવામાં આવે તો પાલનપુરથી બનાસકાંઠા જિલ્લાનું સૂઈગામ લગભગ ૧૦૦ કિલોમીટર દૂર હતું. અને બનાસકાંઠા જીલ્લામાં લોકોને આરોગ્ય સારી સુવિધા મેળવવા માટે પાલનપુર સુધી લાંબા થવું પડતું હતું.. અને ડીસામાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ શરૂ કરવા માટે વર્ષોથી લોકો પણ માંગ કરી રહ્યા હતા.. ત્યારે લોકોની આ માંગ આખરે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પૂરી થઈ છે.. ગુજરાત સરકાર દ્વારા ડીસામાં આઠ કરોડના ખર્ચે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે.. ડીસામાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તૈયાર થયા બાદ ડીસાની સિવિલ હોસ્પિટલનું આખે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાઈ જશે... સાથે સ્ટાફમાં વધારો થશે.. ડીસા સિવિલ હોસ્પિટલને વધારાની ઓથોરીટી મળશે.. હોસ્પિટલમાં જિલ્લા કક્ષાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનશે.. હોસ્પિટલમાં બેડની સંખ્યા વધવાની સાથે સાથે હોસ્પિટલ આધુનિક સાધનોથી સજ્જા થઈ જશે.. જેથી ડીસામાં મેડિકલની સુવિધામાં વધારો થશે.

ડીસાને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મળી છે તે ખુશીની વાત છે.. પરંતુ ડીસાને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મળવા પાછળ પાલનપુરની મેડિકલ કોલેજ જવાબદાર છે.. કારણ કે પાલનપુરમાં આવેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને મેડિકલ કોલેજમાં તબદીલ કરતાં પાલનપુરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને ડીસા ખસેડવામાં આવી છે.. જે ડીસા સહિત સરહદી વિસ્તારના લોકો માટે ખૂબ જ મોટા સમાચાર છે અને આગામી સમયમાં સરહદી વિસ્તારના લોકો સરળતાથી સારી સારવાર ઘર આંગણે જ મળી રહશે.

Download Our B K News Today App



Related News