ચોવીસ વર્ષ અગાઉ મંજૂર થઈ ૨૦૦૯માં કાર્યરત થયેલી દિયોદર જીઆઇડીસીના વિકાસમાં સરકાર ઉદાસીન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-27 11:06:05
  • Views : 417
  • Modified Date : 2020-07-27 11:06:05

સ્થાનિક ઉધોગોનો વિકાસ થાય તે માટે જીઆઇડીસીનું ડેવલપમેન્ટ કરાય છે. ત્યારે ૨૪ વર્ષ અગાઉ દિયોદરમાં મંજૂર થયેલી જીઆઇડીસી પ્રત્યે સરકારનું વલણ ઉદાસીન રહ્યું છે. કેટલાક સ્થાનિક પ્રશ્નોને લઈને ઉદ્યોગ સાહસિકો હવે
પોતાનો ઉદ્યોગ સ્થાપવા માટે કોઈ જોખમ લેવા તૈયાર થતા નથી. જેનો સરકારે નિવેડો લાવવો જોઈએ.
પાલનપુર, ડીસા પછી દિયોદરમાં જીઆઇડીસી ૨૪ વર્ષ પહેલાં મંજૂર થઈ અને વર્ષ ૨૦૦૯માં મંજૂરી આપી હતી. દિયોદરના સો જેટલા ઉદ્યમીઓએ ૧૯૮૯ -૯૦ ઠરાવ કરીને ડિપોઝિટ ભરી હતી. તેના સાત વર્ષ બાદ ૨૦ એકર જમીનની દરખાસ્ત સામે ૧૭.૬૩ એકર જમીન ફાળવાઈ હતી. જેનો ભાવ ૧૬/- રૂપિયા ચોરસ મીટર નક્કી થયો. અને ૧૫૮ પ્લોટ ધારકોને૧૦,૦૦૦ ચોરસ મીટરના પ્લોટ ફાળવાયા હતા. જેમાં ૭૫ પ્લોટમાં ઉદ્યોગો શરૂ થયા, ૯ પ્લોટ આજે પણ નોનયુઝ છે. મોટી મુશ્કેલી ૩૩ પ્લોટ ધારકોને છે. જ્યાં ચોમાસામાં સાત ગામનું પાણી  ભરાઈ જાય છે. જેથી કોઈ ઉદ્યમી સાહસ કરતો નથી. વળી પાંચ હજાર ફૂટની માંગણીવાળા પ્લોટ ધારકોની
ડિપોઝિટ વિભાગમાં જમા છે. તેમને સરકાર પ્લોટ ફાવતી નથી. સરકારે ૩૬ બ્લોકવાળુ સ્મોલ સેન્ટર રૂપિયા ૮ કરોડના ખર્ચે બનાવ્યું છે. જ્યાં પ્રતિ ફુટનો ભાવ ૧૬/-હોવાથી સાહસિકોને મોંઘો
પડી રહ્યો છે. વળી બેંક ધિરાણ
પણ કરતી નથી. જેથી સબસીડીનો લાભ અધ્ધરતાલ રહે છે.આમ ૨૪ વર્ષે પણ જીઆઇડીસી નો વિકાસ થયો નથી. માત્ર વિકાસ થયો હોય તો ૨૦ જેટલી લાકડા કટીંગની સો મિલોનો. જેથી આ
પંથકમાં મોટાપાયે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું હોય તેવું લાગે છે. તેવું પર્યાવરણવિદ નારણભાઈ રાવળ કહે છે. હવે આત્મનિર્ભરની વાતો ચાલે છે. ત્યારે ઘર આંગણે ડચકા ખાતી જીઆઇડીસીના માળખાને વ્યવસ્થિત કરવાની સરકારે જરૂર છે. એટલે જ વહેલી તકે સરકાર ઉદાસીનતા છોડી દિયોદર જીઆઇડીસીના પાયાના પ્રશ્નો હાથ પર લઈ તેનો તત્કાલ નિકાલ લાવે તે જરૂરી બન્યું છે.

Download Our B K News Today App



Related News