પાલનપુરના ચંડીસર જીઆઇડીસીની ઓઇલ મીલમાં ભીષણ આગથી અફરા- તફરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 06:03:12
  • Views : 532
  • Modified Date : 2019-04-11 06:03:12

બનાસકાંઠાના ચંડીસરની જીઆઇડીસી કેસ્ટર ફેકટરીમાં ગતરોજ સવારે ભિષણ આગ લાગી હતી. આગ લાગતા એચપીસીએલ તેમજ ડીસા અને પાલનપુર નગરપાલિકાના ફાયર ફાઈટરે દોડી જઇ આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આગ લાગવાથી ફેક્ટરીમાં કરોડો રૂપિયાનો એરંડાનો જથ્થો તેમજ મશીનરી અને બારદાન બળીને ખાખ થઈ ગયા હતા. પાલનપુર ડીસા હાઈવે પર આવેલ ચંડીસર જી.આઇ.ડી.સી.માં પાછળના ભાગે આવેલી કૈલાશ ઓઇલ કેક એન્ડ સોલ્વન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કેસ્ટર ફેકટરીમાં બુધવારે વહેલી સવારે કોઈ કારણસર અચાનક આગ લાગી હતી. ફેક્ટરીમાં એરંડા ભરેલા શેડમાં આગ લાગી હોવાના કારણે આગ ભયંકર રીતે ઝડપથી સમગ્ર ફેક્ટરીમાં પ્રસરી જવા પામી હતી, જેના કારણે અફરાતફરી મચી ગઇ હતી. આગ એટલી ભયંકર હતી કે આગની જવાળાઓ ૧૫ થી ૨૦ મીટર ઉંચે સુધી ફેલાઈ હતી અને ધુમાડાના ગોટા દૂર દૂરથી દેખાતા હતા. આગની જાણ થતાં બાજુમાં જ આવેલ હિન્દુસ્તાન
પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ફાયર વિભાગે  તાત્કાલિક ફાયર ફાઇટરો સાથે દોડી જઇ આગ બુઝાવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જ્યારે ડીસા તેમજ પાલનપુર નગરપાલિકાની ફાયર વિભાગની ટીમો વોટર બ્રાઉઝર અને મીની ફાયર ફાઈટર સાથે દોડી ગયા હતા. ફેક્ટરીમાં હજારો બોરી એરંડાનો જથ્થો હોઇ તેમજ બારદાન પડેલા હોય આગ ઝડપથી પ્રસરી હતી. તેમજ ફેક્ટરીના એક્સપિલર મશીનરી, ઓઇલ ટેન્ક અને શેડ વગેરે પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. આગ લાગતા ચંડીસર જી.આઇ.ડી.સી.માંથી મજુરોના ટોળેટોળા ઉમટયા હતા. ગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંદોબસ્ત જાળવ્યો હતો. સતત પાંચ કલાક સુધી ૩૦ થી વધુ ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી. ફેક્ટરી માલિકદિપકભાઈ પટેલના જણાવ્યા મુજબ હાલ અંદર જઈ શકાય તેવી સ્થિતિ ન હોય નુકસાનીનો અંદાજ કાઢવો મુશ્કેલ છે.


Download Our B K News Today App



Related News