બળવંતસિંહ રાજપૂત પ.પૂ.સંત સદારામ બાપાના દર્શનાર્થે દોડી આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-17 13:35:08
  • Views : 535
  • Modified Date : 2019-05-17 13:35:08

ઉત્તર ગુજરાતના ઓલિયા સંત પ.પૂ. સદારામ બાપા જેમણે ૧૧૧ વર્ષે ઠાકોર સમાજ તેમજ બીજી અન્ય સમાજોમાં સેવા આપી. જે હાલ ગત તારીખ ૧૪/૫/૨૦૧૯ ના રોજ દેવલોકની વાટ પકડી તેમના ભક્તોને છોડી ચાલ્યા ગયા જે મહાન સંતની અશ્રુભીની વિદાય આપવા બળવંતસિંહ રાજપૂત ગઈ કાલ તા.૧૬-૦૫-૨૦૧૯ ના રોજ સવારે ટોટાણા આવી પહોંચ્યા હતા. બાપુની ગાદીએ બાપુના નાનાભાઈ દાસભાઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આચાર્યો, વિદ્વાન પંડિતોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધાનથી બાપુના દેહવિલયથી ખાલી થયેલ ગાદીએ  નાનાભાઈ દાસભાઈને બેસાડેલ. જેઓના વરદહસ્તે બળવંતસિંહ રાજપૂતને શાલ ઓઢાડી સન્માનની  પ્રથમ શરૂઆત કરેલ. ત્યારે બળવંતસિંહ રાજપૂતે, ડી.ડી.જાલેરા તથા પોપટજી ઠાકોર અસાલડી વાળાની હાજરીમાં સદારામ બાપાના મંદિર માટે રૂ.૫,૦૦,૦૦૦/- લાખ દાનની જાહેરાત કરેલ. હાજર સેવકોએ અશ્રુભીની આંખે બળવંતસિંહ રાજપૂતનો આભાર માનેલ. 




Download Our B K News Today App



Related News