પાલનપુર ખાતે જી.આઇ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-09-06 12:21:48
- Views : 280
- Modified Date : 2021-09-06 12:21:48
`પાલનપુર મુકામે આવેલ શ્રી કાનુભાઇ મહેતા હોલ ખાતે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લાકક્ષાના ૨,
૧ બી.આર.સી.કો-ઓર્ડનેટર અને તાલુકા કક્ષાના ૨૧ મળી કુલ-૨૪ શ્રેષ્ઠિ શિક્ષકોને પુરસ્કાર ચેક,
પારિતોષિક આપી,
શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે પારિતોષિક મેળવનાર શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતુ કે, આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણળનના જન્મદિને દર વર્ષે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે,
આપણા શાસ્ત્રોમાં પણ ગુરૂ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય..... કહીંને ગુરૂને ગોવિંદ કરતા પણ મહાન દરજ્જાે આપવામાં આવ્યો છે. આમ સાચા અર્થમાં ગુરૂ જ માર્ગદર્શક છે. આ રાષ્ટ્રિના ઘડતરમાં શિક્ષકોનું બહુ મોટું યોગદાન છે. તેમણે કહ્યું કે, આપણા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, શાળાઓમાં ઓરડાઓ, કોમ્પ્યુખટર લેબ સહિતની ભૌતિક સુવિધાઓ આપીને નવીન પહેલ કરી હતી. તેમના રાહ પર ચાલી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે,
વિકાસ અને સુશાસન માટે ગુજરાત મોડેલની સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચા થાય છે. બનાસકાંઠા જિલ્લાની પ્રગતિ વિશે વાત કરતાં ચેરમેને કહ્યું કે,
છેલ્લા દોઢ-બે દાયકામાં બનાસકાંઠા જિલ્લાએ તમામ ક્ષેત્રોમાં હરણફાળ વિકાસ કરી પ્રગતિના નવા સોપાનો સર કર્યા છે. તેમણે જણાવ્યું કે,
આજે સ્કીલનો જમાનો છે. તમારી પાસે સ્કીલ હોય તો રોજગારી સરળતાથી મળી જાય છે એટલે જ સરકાર દ્વારા સ્કીલ આધારીત શિક્ષણ આપી રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં આવી રહ્યું છે. ચેરમેને શિક્ષકોને અનુરોધ કરતાં જણાવ્યું કે,
આપણે સૌ ૨૧ મી સદીમાં જીવી રહ્યાં છીએ ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીની ૨૧ મી સદીને અનુરૂપ શિક્ષણ આપી શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરીએ.
આ પ્રસંગે લોકસભાના સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, કોઇપણ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રનો વિકાસ શિક્ષણ સિવાય શક્ય જ નથી ત્યારે બાળકોના ઘડતર અને ઉજ્જવળ ભવિષ્યકના નિર્માણ માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃવવાળી કેન્દ્ર સરકારે ૨૦૨૦થી નવી શિક્ષણ નીતિ અમલી બનાવી છે. તેમણે કહ્યું કે, બાળકોના શિક્ષણ સાથે સમાજજીવન ઘડતરનું અને સમાજને નવી દિશા આપવાનું કામ શિક્ષકો કરે છે. સાંસદે કહ્યું કે ભૂતકાળમાં પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લામાં આજે શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઇ છે. છેલ્લા બે દાયકામાં સમગ્ર રાજયમાં ઠેર ઠેર શિક્ષણની વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ બનવાતા શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે,
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-૨૦૦૩માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જેના લીધે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે અને દિકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવતી થઇ છે.
આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયાએ પારિતોષિક મેળવનારા શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે,
મહાન આચાર્ય ચાણક્યએ પણ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મેં પહલતે હૈ... આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યધનું નિર્માણ શિક્ષકોના હાથમાં છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓમાં બાળપણથી રાષ્ટ્ર ભક્તિના ગુણો કેળવાય અને સુંદર સંસ્કારોનું સિંચન થાય તે માટે શિક્ષકો અથાક મહેનત કરે છે. તેમણે દેશ માટે કંઇક કરી છૂટવાની ભાવનાવાળા નાગરિકો તૈયાર કરવા શિક્ષકોને અપીલ કરી હતી.
આ પ્રસંગે પ્રતિભાશાળી બાળકોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. જયારે અંતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે અભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે,
અગ્રણીઓ સર્વ ગુમાનસિંહ ચૌહાણ, ઉમેશભાઇ પટેલ,
સંજયભાઇ દવે, રતુભાઇ ગોળ,
નિલેશભાઇ મોદી, અમૃતભાઇ દેસાઇ, દશરથસિંહ સોલંકી, ઇશ્વરસિંહ સોલંકી, ભુરાજી રાઠોડ, ભરતભાઇ પરમાર, ડાયટના પ્રાચાર્ય ર્ડા. એમ. જે. નોગોસ, નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી મુકેશભાઇ ચાવડા, નૈનેષભાઇ દવે,
આનંદભાઇ મોદી સહિત શિક્ષણપ્રેમી અગ્રણીઓ, બી.આર.સી.,
સી.આર.સી. કો-ઓર્ડીનેટર અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.
બનાસકાંઠા જિલ્લાના ૨૪ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરાયા
- ભાભરની લાડુલા પ્રા. શાળાના શિક્ષકા રમીલાબેન મકવાણા અને લાખણીની મોરાલ પ્રા. શાળાના સુખદેવરામ જાેષીને જિલ્લા કક્ષાના પારિતોષિક એનાયત કરાયા
બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, જિલ્લા અને તાલુકા કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૧ માટે બનાસકાંઠા જિલ્લામાંથી જિલ્લા અને તાલુકા કક્ષાના ર૪ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૧માં પ્રાથમિક વિભાગમાંથી ૨ શિક્ષકો પસંદગી કરવામાં આવી છે. જેમાં લાખણી તાલુકાની મોરાલ પ્રાથમિક શાળાના શિક્ષક સુખદેવરામ ઇશ્વરલાલ જાેષી અને ભાભર તાલુકાની લાડુલા પ્રાથમિક શાળા શિક્ષિકા રમીલાબેન દાનાભાઇ મકવાણાને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો છે. સી.આર.સી./બી.આર.સી./કે.નિ./એચટાટ આચાર્ય વિભાગમાંથી દાંતીવાડા બી.આર.સી. કો.ઓર્ડિનેટર જીગર જયંતીલાલ જાેશીને પારિતોષિક અપાયો છે.
તાલુકા કક્ષાના શ્રેષ્ઠો પારિતોષિક ૨૧ શિક્ષકોને એનાયત કરવામાં આવ્યાં છે. જેમાં પાલનપુર તાલુકાની સરીપડા પ્રા. શાળાના દલજીભાઇ વિરસંગભાઇ રાતડા અને ભૂતેડી પ્રા.શાળાના પરેશકુમાર બાબુભાઇ પુરોહિત, વડગામ તાલુકાની નાવીસણા પ્રા.શાળાના ભરતજી પરબતજી રાઠોડ અને સીસરાણા પે. કેન્દ્ર શાળાના દિલીપકુમાર હરગોવનભાઇ પ્રજાપતિ, દાંતા તાલુકાની બારવાસ પ્રા. શાળાના હેતલબેન દશરથભાઇ પટેલ, ભાભર તાલુકાની રણછોડપુર પ્રા. શાળાના મહેન્દ્રકુમાર છનાભાઇ રાવળ, લાખણી તાલુકાની માણકી પ્રા. શાળાના ભાવિકકુમાર સોમાભાઇ પટેલ અને મડાલ પ્રા. શાળાના રોશનીબેન સુરેશકુમાર જાેશી, થરાદ તાલુકાની વડગામડા પ્રા. શાળાના રાયમલભાઇ ઉમાભાઇ પરમાર અને ઉંટવેલીયા પ્રા. શાળાના દિનેશભાઇ ધનાભાઇ ચૌહાણ, વાવ તાલુકાની ટડાવ પ્રા.શાળાના મયુરીબેન અક્ષયકુમાર પાધ્યા અને ઢેરીયાણી પ્રા. શાળાના રવજીભાઇ રૂપસીભાઇ કાંદળી, કાંકરેજ તાલુકાની રણવાડા પ્રા. શાળાના નિકુલકુમાર પ્રવિણચંદ્ર સથવારા અને ઉણ પે. કેન્દ્ર શાળાના સિધ્ધરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલા, દિયોદર તાલુકાની જાલોઢા પરા પ્રા. શાળાના લાલજીભાઇ બહેચરભાઇ સોલંકી અને જાડા પ્રા. શાળાના અલ્પેશકુમાર સોમાભાઇ પ્રજાપતિ, દાંતીવાડા તાલુકાની ભાખર મોટી પ્રા. શાળાના દિપીકાબેન નટવરલાલ પટેલ અને માળીવાસ પ્રા. શાળાના નટવરભાઇ ભીખાભાઇ પ્રજાપતિ, ડીસા તાલુકાની રસાણા પ્રા. શાળાના પ્રકાશકુમાર પાનાચંદ સોલંકી અને ડાવસ ૧ પ્રા. શાળાના નરસિંહભાઈ બાબુભાઇ સુથાર તથા અમીરગઢ તાલુકાની ઇકબાલગઢ પે. કેન્દ્ર શાળાના કમલેશકુમાર અમૃતલાલ મેજીયાતરને તાલુકા કક્ષાના પારિતોષિક એનાયત કરવામાં આવ્યા છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 223
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 182
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 96
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 160
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 86
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 157
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 150
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



