પાલનપુરમાં ઘુંટણના દર્દીઓની વોકાથોન યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 06:30:19
  • Views : 444
  • Modified Date : 2019-04-23 06:30:19

રોટરી કલબ ઓફ પાલનપુર અને ડ્‌યુક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે જી.ડી.મોદી વિદ્યા સંકુલથી સર્કીટ હાઉસ સુધી ઘૂંટણના દર્દીઓની વોકાથોન યોજાઇ હતી. જેમાં ૧૦૦થી વધુ દર્દીઓ જોડાયા હતા.
રોટરી કલબ ઓફ પાલનપુર દ્વારા ઘુંટણના ઓપરેશનની સારવાર લીધા બાદ તંદુરસ્ત બનેલા દર્દીઓની પાલનપુર જી.ડી.મોદી કોલેજથી સર્કીટ હાઉસ સુધી વોકથોન યોજવામાંં આવી હતી. આ અંગે રોટરી કલબના પ્રોજેક્ટ ચેરમેન ડો.ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઘુંટણના ઓપરેશન થયા બાદ દર્દીઓ સામાન્ય વ્યક્તિની માફક ચાલી શકતા હોય છે. જે અંગે લોકોમાં જાગૃત્તિ આવે હેતુથી આ વોકથોન યોજવામાં આવી હતી. જેમાં ૧૦૦થી વધુ દર્દીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં રોટરી કલબ પાલનપુરના પ્રમુખ કલ્પેશભાઇ શાહ, મંત્રી શશિકાન્તભાઈ ત્રિપાઠી, રોટરી કલબ ઓફ પાલનપુર સિટીના નિકુંજભાઈ વ્યાસ, પ્રોજેકટ ચેરમેન ડો.ભુપેન્દ્રભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ સહિત રોટરી, રોટરેક્ટ અને ઇનરવહીલ કલબના સભ્યો તેમજ દર્દીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.


Download Our B K News Today App



Related News