ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં ઘુમ્મ્સનું આવરણ જોવા મળ્યું .

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-26 10:12:40
  • Views : 119
  • Modified Date : 2023-12-26 10:12:40

રાજ્યમાં શીત લહેર સાથે ધુમ્મસ પણ નજરે પડ્યું હતું. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં ઘુમ્મ્સનું આવરણ જોવા મળ્યું હતું. આ કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થયો હતો અને મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો.જ્યારે ભેજવાળી હવા વધે છે અને ઠંડકે હોય છે ત્યારે પાણીની વરાળ ઘટ્ટ થાય છે અને સુક્ષમ પાણીના ટીપાં બનાવે છે આપણે તેને ધુમ્મસ કહીએ છીએ. તકનીકી રીતે પાણીની વરાળના વાદળને ટીપાંના સ્વરૂપમાં ધુમ્મસ કહેવામાં આવે છે. તે જમીનની સપાટીથી સહેજ ઉપર વાતાવરણમાં ફેલાયેલો રહે છે. ગાઢ ધુમ્મસમાં દૃશ્યતા ઓછી થઈ જાય છે. વધુ અંતરે વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે.

Download Our B K News Today App



Related News