ખારીયામાં બિરાજમાન શ્રી ધોકાબાપજી મહારાજના મંદિરે દ્વિતિય પાટોત્સવ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 07:49:36
  • Views : 443
  • Modified Date : 2019-04-13 07:49:36

વિનાશક પૂરના કારણે તબાહી મચાનાર અને આજે જે ગામ સ્વચ્છ અને સુંદર છે. કાંકરેજ ધારાસભ્યની જે જન્મ ભૂમિ છે બનાસ નદી કિનારે જેના બેસણા છે તેવી ચામુંડા માતાજીની અમીદ્રષ્ટિ જેના પર સદાય રહે છે તેવા  કાંકરેજ તાલુકાના ખારીયા ગામમાં ગઈ  તા.૧૨-૦૪-૨૦૧૯ ના રોજ સવારે ધોકા બાપજી મહારાજની પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. ઉજવણી નિમિત્તે ધોકા બાપજી યુવક મંડળ, તેમજ સમસ્ત ગામ દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધોકાબાપજી મહારાજના દ્રિતિય પાટોત્સવ નિમિત્તે સવારે હવન યજ્ઞ બાદ બપોરે ભોજન પ્રસાદ તથા રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમા સંતવાણી કાર્યક્રમના મુખ્ય કલાકાર શ્રદ્ધા વાણીયા ભજનીક,  દિપકભાઇ એન.જોષી લોક સાહિત્યકાર, વિનોદભાઈ શિરવાડીયા લોક ગાયક વગેરેએ ભવ્ય સંતવાણીની મોજ કરાવી હતી. ગામના યુવાનો વડીલો  ભાવી ભક્તો, નાના બાળકોએ દિવસે હવન યજ્ઞ ભોજન પ્રસાદ તેમજ રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમનો લાભ લીધો હતો. ખારીયા તથા  આજુબાજુના ગામોમાંથી પણ વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ધોકાબાપજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Download Our B K News Today App



Related News