અંબાજીમાં નકલી ઘીનો કાળો કારોબાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-04 12:10:09
  • Views : 398
  • Modified Date : 2019-10-04 12:10:09

ગુજરાતના લોકપ્રિય અને મોખરાના યાત્રાધામ  અંબાજીની ગણના દેશના મોટા શક્તિપીઠમાં થાય છે. ત્યારે આ ધામમાં કેટલાંક મોટા માથા દ્વારા નકલી લેબલ લગાવી આવો મસમોટો કાળો કારોબાર છેલ્લાં ઘણા સમયથી ચાલી રહ્યો છે.  અંબાજી મંદિરમાં દમણના માઈ ભક્ત દ્વારા ઘી દાન પેટે ૬૩૦૦ રૂપિયાની પાવતી લખાવી જે ઘી અંબાજી મંદિરમાં આવ્યું તે ઘી એ આ પોલ ખોલતા અંબાજી મંદિરમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ ચેકીંગ કરવા આવતા ફડફડાટ મચી જવા પામ્યો હતો.
ગુરૂવારે અંબાજી મંદિર ખાતે દમણથી આવેલા માઈ ભક્ત દ્વારા અંબાજી મંદિરની ટેમ્પલ ઇન્સ્પેકટરની ઓફિસમાં આવી ૬૩૦૦ રૂપિયાની પાવતી લખાવી ઘી માટે દાન આપ્યું  હતું. ત્યાર પછી અંબાજી મંદિરના સાત નંબર ગેટ પાસે આવેલી દુકાનમાંથી અમુલ ડેરીનું ૧૫ લીટર ઘી ૬૩૦૦ રૂપિયાની કિંમતનું લાવવામાં આવ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ આ ઘીની સુગંધ વિચિત્ર પ્રકારની આવતા આ ઘી સામે શંકા જતા આ બાબતે પાલનપુરની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાતા આ ટીમ અંબાજી મંદિર ખાતે આવી ઘી ના ૪ સેમ્પલ લઈ સીલ કરી તપાસ માટે મોકલવાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ આ વેપારીનું નિવેદન લેવામાં આવ્યું હતું અને પછી ગુજરાત ટ્રેડર્સની દુકાનમાં જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે અહી કેટલીક એકસપાયાર ડેટ ની વસ્તુ મળી આવી હતી.

Download Our B K News Today App



Related News